________________
સંનિષ્ઠ મોક્ષાર્થી સાધકોને, આત્માનુભૂતિ અને જ્ઞાન દ્વારા પરમ-નિવૃતિ સંપન્ન કરવા માટે, માર્ગદર્શન-રૂપે, કેટલીક વ્યાવહારિક(Practical) પદ્ધતિઓ સમજાવે છે અને સૂચનાઓ આપે છે.
શ્લોકમાંના બધા જ શબ્દોને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, તેના દાર્શનિક સંદર્ભો સાથે, સવિસ્તર, સમજાવવામાં આવ્યા હોવાથી, હવે, આપણે, અહીં, સમગ્ર શ્લોકના તાત્પર્યાર્થને સમજવાનો જ પ્રયત્ન કરીશું.
નિરતરી - શબ્દમાંના રાગમાં, બૃહદારણ્યક-ઉપનિષદ-પ્રબોધિત ત્રણેય “એષણાઓ” – પુરૈષણા, હિતૈષણા અને લોકેષણા, – નો સમાવેશ થઈ જાય છે.
અને નિરપતિમો: - શબ્દમાંનો ભોગ-શબ્દ તો સર્વ વિષયોના ત્યાગની વાત તો કરે જ છે; એટલું જ નહીં પરંતુ આ પહેલાંના એક શ્લોકમાંના આ શબ્દો તરફ પણ આપણું ધ્યાન ખેંચે છે :
अन्यावेदित-भोग्य-भोग-कलनो निद्रालुवद् बालवत् ।
આ રીતે, રાગ અને ભોગનો ત્યાગ કરવામાં આવે પછી તો, સાધકે, ગીતાના ભક્તની જેમ, ભાગ્યવશાત્ જે કંઈ એની મેળે આવી મળે, તેનાથી જ સંતોષ પામવાનો રહે :
સંતુષ્ટો યેન-નરિત્ (૧૨, ૧૯) અને વેદાંત-વિદ્યામાં પારંગત થવા માટેનાં, “બહિરંગ-ચતુષ્ટયમાંનાં શમ (શાન્તા) અને દમ (સુલાતા:), - એ બે સાધનોને સંપન્ન કર્યા પછી તો, સાધક માટે એમ કહી શકાય કે આ પહેલાંના શ્લોકોમાં પરમતત્ત્વનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને જાણવાનું, અને તે જ્ઞાનના જ આધારે, પોતાના આત્માને, એટલે કે ચિત્તને, યોગમાં મૂકવાનું, એટલે કે બ્રહ્મની સ્થિતિમાં યોજવાનું, અને બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા, નિર્વિકલ્પ-સમાધિ દ્વારા, નિરતિશય-આનંદ-રૂપા, પ્રસાદ-રૂપા એવી મુક્તિને પામવાનું જ બાકી રહે છે !
જે શાન્ત અને દાત્ત છે, એને “મહાનતા સામેથી જ, આપોઆપ, મળી રહે છે : પરિપૂર્ણ અનાદામ્ |
૩મને - શબ્દ એવો પણ સંકેત આપે છે કે સાધકનાં સઘળાં પ્રારબ્ધ-કર્મોનો અંત આવી ગયો છે અને તેથી હવે તેની કોઈ વાસનાઓ બાકી રહી નથી !
શ્લોકનો છંદ ઉપજાતિ (૪૭૨)
૯૩ર | વિવેચૂડામણિ