________________
જ “વા-અગોચર' છે, તેને “બિચારી વાફ (Poor Speech!) કેવો અને કેટલો ન્યાય આપી શકે !
સ્વાનુભૂતિ અને સાક્ષાત્કારની પાત્રતા પરિપૂર્ણ કરવા માટે, સાધકનાં માર્ગદર્શનની આ તો શ્રુતિ-પ્રમાણિત માત્ર એક પરંપરા જ છે !
શ્લોકનો છંદ : અનુષુપ (૪૭૧)
निरस्तरागा निरपास्तभोगाः
शान्ताः सुदान्ताः यतयो महान्तः । विज्ञाय तत्त्वं परमेतदन्ते
प्राप्ताः परां निवृतिमात्मयोगात् ॥४७२॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
નિરસ્તરાગા નિરપાસ્તભોગાઃ
શાન્તાઃ સુદાન્તાઃ યતયો મહાન્તઃ | વિજ્ઞાય તત્ત્વ પરમેતદત્તે
પ્રાપ્તાઃ પરાં નિવૃતિમાત્મયોગાત્ II૪૭રા શ્લોકનો ગદ્ય અન્વય :
निरस्तरागाः निरपास्तभोगाः शान्ताः सुदान्ताः महान्तः यतयः एतत् परं तत्त्वं विज्ञाय, एतद्-अन्ते, आत्मयोगात् परां निर्वृति प्राप्ताः ॥४७२॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : યતય: પ નિવૃતિ પ્રતા: યતયઃ એટલે, પોતાની આધ્યાત્મિક સાધનામાં જેઓ નિરંતર યત્નશીલ રહેતા હોય છે, એવા યોગીઓ; પર) નિવૃતિ
એટલે પરમ-આનંદ, નિરતિશય-આનંદ-રૂપ મુક્તિ; પરમોચ્ચ-સુખ-સ્વરૂપ મુક્તિ, - વિદેહ-મુક્તિ. યતિઓ આ પ્રકારની સર્વોચ્ચ સુખની અનુભૂતિ કરે છે.
આ યતિઓ કેવા છે? - આ પ્રમાણે પાંચ વિશેષણો છે :
(૧) નિરસ્તરી : નિતાર : તે નિરસ્ત એટલે, છોડી દીધા છે, ત્યજી દીધા છે, દૂર કર્યા છે; જેઓ સર્વ પ્રકારના રાગમાંથી, એટલે કે ઈચ્છાઓએષણાઓમાંથી મુક્ત થઈ ગયા છે; મનમાંની સર્વ આસક્તિઓ જેમણે ફેંકી-ફગાવી
૯૩૦ | વિવેકચૂડામણિ