________________
ટિપ્પણ :
બ્રહ્મનાં સ્વરૂપનાં સત્’-એ પાસાંની બાબતમાં, આટલું નોંધપાત્ર છે : “સત’ એટલે “સત્ય” તો ખરું જ, પરંતુ સંત એટલે “અસ્તિત્વ', એનું મૂર્તિ સ્વરૂપ, એ અર્થ અહીં સવિશેષ પ્રસ્તુત છે, કારણ કે ઉપનિષદના ઋષિની આ ઘોષણામાં પણ, સમગ્ર બ્રહ્માંડમાં સત’ જ સૌપ્રથમ હતું (સત્ વ સોમ્ય રૂ મા માસી), - તેમાં “અસ્તિત્વનો જ અર્થ ઋષિને અભિપ્રેત છે. અને “સત્-ચિતુ-આનંદ', - બ્રહ્મનાં આ પુરાતન અને પ્રચલિત સ્વરૂપમાં પણ સતુ'-નું આ સંદર્ભમાં જ મહત્ત્વ છે. અને આ કારણે જ “સતુ હંમેશાં વાધ્ય (Uncontracted) રહ્યું છે.
આ બ્રહ્મસ્વરૂપનાં “સમૃદ્ધ એ પાસામાં કોઈ સ્કૂલ અને ભૌતિક સમૃદ્ધિનો નિર્દેશ હોય જ નહીં, - “સત-ચિત-આનંદ,માંનાં ત્રણેય તત્ત્વોની સૂક્ષ્મ સમૃદ્ધિનો એમાં સંકેત છે.
અને સમગ્ર વિશ્વની સિદ્ધિ જેના પર આધારિત છે, તે, બ્રહ્મ પોતે, “પરતઃ સિદ્ધ' (એટલે કે, કોઈ બીજાને લીધે સિદ્ધ) હોઈ શકે જ નહીં ! શાસ્ત્રોની ચર્ચામાં,
સ્વતઃ સિદ્ધ” અને “પરતઃ સિદ્ધ', - સિદ્ધિના આવા બે પ્રકારો પ્રચલિત છે, પરંતુ આ બ્રહ્મ તો પલં પર્વ દ્વિતીયમ છે, એટલે એ “સ્વયંસિદ્ધ જ છે, એ હકીકત નિર્વિવાદ છે. સર્વ પ્રમાણોનું યે એકમાત્ર પ્રમાણ બ્રહ્મ છે : Self-evident, selfsubsistent.
શુદ્ધમ્ - શબ્દમાં પણ સાત્ત્વિક-આધ્યાત્મિક શુદ્ધિ જ, આચાર્યશ્રીને, અભિપ્રેત હોય, કારણ કે આ સિવાય એમાં બીજું કશું જ નથી.
વુદ્ધમ્ - શબ્દમાં જે બોધનો કે જ્ઞાનનો સંદર્ભ છે, તે પણ “સત-ચિત્ આનંદ એ સ્વરૂપમાં ચિદ્-રૂપ શાશ્વત જ્ઞાન જ ઉદ્દિષ્ટ છે. . અને દ્રા એટલે “આના જેવું' એમ કહીએ તો પર્વ પર્વ અદયમ્ એવાં બ્રહ્મનાં અનુસંધાનમાં વળી “આ” એટલે, “એના સિવાયનું બીજું કોઈક', - એવો અર્થ તો કદાપિ નિર્વાહ્ય-સ્વીકાર્ય બની જ ન શકે: એ તો સદા-સર્વદા એક, અદ્વિતીય, અજોડ, - Incomparable, Unique જ છે.
હવે, આ શ્લોક સાથે બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ સમાપ્ત થાય છે ત્યારે, ઉપસંહારરૂપે, એટલું ઊમેરવાનું પ્રસ્તુત બને છે કે જે સૂક્ષ્મતમ, અતીન્દ્રિય, મનોવાનગોચર, અનાદિ, અજન્મા, અનંત, અશેય, અદશ્ય, અવ્યક્ત, છે, – એવાં બ્રહ્મનાં સ્વરૂપને સંપૂર્ણરીતે ક્યારેય નિરૂપી શકાય ?
અને અંતે તો, આવાં નિરૂપણનું માધ્યમ પણ “વાણી' જ ને ! જે બ્રહ્મ પોતે
ફર્મા-પ૯
વિવેકચૂડામણિ | ૯૨૯