________________
આ (બ્રહ્મ) નથી.”)
તાત્પર્ય એ છે કે બ્રહ્મ સંપૂર્ણતઃ અજ્ઞેય, અગમ્ય, અચિત્ય, અતફર્ય એવું, - Incomprehensible, Inconceivable, Imperceptible) dras.
બ્રહ્મનાં જ્ઞાનને તો “અનાર” અને “અ-વ્યવહિત (Immediate) જ કહી
શકાય.
શ્લોકનો છંદ : અનુરુપ (૪૭૦)
૪૦૧
सत्समृद्धं स्वतःसिद्धं शुद्धं बुद्धमनीदृशम् ।
एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४७१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
સત્સમૃદ્ધ સ્વતઃસિદ્ધ શુદ્ધ બુદ્ધનીદશમ્ I.
એકમેવાવયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ૪૭૧ શ્લોકનો ગદ્ય અન્વય :
અહીં દંડાન્વય” છે. (૪૭૧). શબ્દાર્થ :
બ્રહ્મસ્વરૂપનાં નિરૂપણનો, હવે આ છેલ્લો શ્લોક છે, તેમાં પણ બીજી પંક્તિ, યથાપૂર્વ, પુનરક્ત થઈ છે અને પહેલી પંક્તિમાં, બ્રહ્મનાં છ વિશેષણો આ પ્રમાણે છે :
ત, સમૃદ્ધ, સ્વત:સિદ્ધ, શુદ્ધ, યુદ્ધ અને મન-દૃશ. તે (૧) સન્ ! સત્યસ્વરૂપ, મૂર્તિમંત અસ્તિત્વ, - Pure Existence. (૨) સમૃદ્ધમ્ સર્વ પ્રકારની સમૃદ્ધિઓથી પૂર્ણ. (૩) સ્વત:સિદ્ધમ્ ! સ્વયંસિદ્ધ. (૪) શુદ્ધમ્ | વિશુદ્ધ, નિર્મળ, પવિત્ર. (૫) વૃદ્ધાન્ બોધરૂપ, જ્ઞાનસ્વરૂપ.
() નીમ્ અનુપમેય, અનુપમ, નિરુપમ. (૪૭૧) અનુવાદ :
જે સત્યસ્વરૂપ, સમૃદ્ધ, સ્વયંસિદ્ધ, શુદ્ધ, જ્ઞાનસ્વરૂપ અને અનુપમ છે તે બ્રહ્મ એક અને અદ્વિતીય છે, અને એમાં કશું “નાનાત્વ' નથી. (૪૭૧)
૯૨૮ | વિવેકચૂડામણિ