________________
શબ્દાર્થ :
તત્ વૃદ્ધિ પર્વ રવ ગાયમ્ ! – એ મુખ્ય વાક્યમાંનાં, વ્રહ્મનાં, બે વિશેષણો આ પ્રમાણે છે :
(૧) નિર્ણ-સ્વરૂપમ્ ! જેનાં સ્વરૂપનું નિરૂપણ થઈ શકે તેવું નથી, તે, તેવું બ્રહ્મ.
(૨) મનોવાવાં મળોત્તરમ્ મોવર એટલે કે, જે અગ્રાહ્ય છે; જેનું ગ્રહણ થઈ શકે એવું નથી, તે; જે વિષય બની શકે એવું નથી, તે; મન અને વાણીનો વિષય થઈ શકે એવું જે નથી, તેવું બ્રહ્મ. (૪૭૦) અનુવાદ :
જેનાં સ્વરૂપનું નિરૂપણ અશક્ય છે અને મન તથા વાણીથી અગ્રાહ્ય છે, તે બ્રહ્મ એક જ અને અદ્વૈત છે, એમાં કશું જ “નાનાત્વ નથી. (૪૭૦) ટિપ્પણ:
આ શ્લોકમાંનાં, બ્રહ્મના, બંને વિશેષણો પણ નકારાત્મક (Negative) છે.
જગતમાં એવી કેટલીક વસ્તુઓ છે, જેને જ્ઞાનેન્દ્રિયો વડે ગ્રહી શકાય નહીં, પણ તેમનું ગ્રહણ મન અને વાણી દ્વારા તો થઈ જ શકે, પરંતુ બ્રહ્મ તો એવું છે કે તે મન અને વાણીનો વિષય પણ ન બની શકે : મન અને વાણીની શક્તિને અતિક્રમીને, તે તો તે બંનેથી પણ “પર” બની ગયું છે; આ રીતે, બ્રહ્મની બાબતમાં, મન-વાણી-જ્ઞાનેન્દ્રિયો પણ અસહાય અને અશક્ત હોવાથી, તેનું વર્ણન-વિમર્શનવિવેચન કે નિરૂપણ કશું જ શક્ય નથી : શક્ય છે માત્ર એક જ, - આત્મા વડે સીધો જ સાક્ષાત્કાર ! આમ, તે અતીન્દ્રિય અને મનોવાગુ-અગોચર હોવાથી, શ્રુતિએ તેનાં સ્વરૂપ વિશે, આવી “આર્ષ વાણી પ્રયોજી છે :
यद् वाचा-अनभ्युदितं येन वाग् अभ्युद्यते । तद् एव ब्रह्म त्वं विद्धि न-इदं यद्-इदं उपासते ॥ यन्मनसा न मनुते येन आहुः मनः मतम् । तद् एव ब्रह्म त्वं विद्धि न-इदं यद्-इदं उपासते ॥
કેન-ઉપનિષદ ૧, ૪-૫ (“વાણી વડે જેને પ્રકાશિત કરી શકાતું નથી, અને જેના વડે વાણી પ્રકાશિત થાય છે, તેને જ તું બ્રહ્મ જાણ : લોક જેને ઉપાસે છે, તે આ (બ્રહ્મ) નથી.
જેને લોક મન વડે મનન કરી શકતા નથી, અને જેણે મનને પોતાનો વિષય કર્યું છે, એમ બ્રહ્મવેત્તાઓ કહે છે, તેને જ તું બ્રહ્મ જાણ. જેને લોક ઉપાસે છે, તે
વિવેકચૂડામણિ | ૯૨૭