________________
કરવા લાયક. મનુષાય એટલે તે, જે ગ્રહણ કરવા યોગ્ય નથી. અગ્રાહ્ય, અસ્વીકાર્ય છે, - જેને સ્વીકારી ન શકાય તેવું. | (૩) મનાયમ્ (અન-માધયમ) ધેય (કા + ધી એટલે મૂકવું, એ ધાતુનું વિધ્યર્થ કૃદંત) મૂકવા-યોગ્ય, જેને બીજી કોઈક વસ્તુ પર આરોપિત કરી શકાય અથવા જેના પર બીજી કોઈ વસ્તુ મૂકી શકાય તેવું; અને અનાધેય એટલે જે ગાધેય નથી તેવું; (Having no Super-imposition).
(૪) મનાયમ્ (મન-આશ્રય) . કોઈ પણ પ્રકારના આશ્રય વિનાનું, જેને બીજો કશો આધાર નથી તેવું. (૪૬૮) અનુવાદઃ
જે ત્યાજ્ય નથી, ગ્રાહ્ય નથી, ન કશામાં મૂકવા યોગ્ય છે અને જેને આશ્રય નથી, તેવું બ્રહ્મ એક અને અદ્વય છે. એમાં કશું જ “નાનાત્વ નથી. (૪૬૮) ટિપ્પણ :
આ શ્લોકમાંનાં, બ્રહ્મનાં, ચારેય વિશેષણો નકારાત્મક(Negative) છે, એ નોંધપાત્ર છે.
અહેમ-અનુપમ્ ! ત્યાગ અને સ્વીકાર તો, કોઈ બીજી વસ્તુનો જ થઈ શકે : બ્રહ્મ તો, પોતે જ છે, પોતાનો આત્મા, જીવાત્મા છે. એનો ત્યાગ
સ્વીકાર કેવી રીતે શક્ય બને ? કોઈ પણ મનુષ્ય એમ ન બોલી શકે કે “મેં મને ત્યજ્યો” અથવા “મેં મને સ્વીકાર્યો ! કારણ કે “હું” તો “હું” જ છે. હું હુને કેવી રીતે ત્યજે? કેવી રીતે સ્વીકારે ? બ્રહ્મ એટલે જ સ્વ-સ્વરૂપ (ત્મિસ્વરૂત્વા).
અથવા આ બે શબ્દોનું અર્થઘટન આ રીતે પણ થઈ શકે : દેય એટલે તે, જે દોષવાળું છે; અફેય એટલે “નિર્દોષ અને ઉપાય એટલે ગુણવત્તાવાળું, ગુણસભર, ગુણવાળું; અનુપાય એટલે “નિર્ગુણ'.
બ્રહ્મ “અનાધેય' એ અર્થમાં છે કે તેને બીજા કશામાં મૂકી શકાય તેવું, તે નથી. તેનાંમાં “આરોપ્યપણું નથી અને “આરોપિતપણું પણ નથી.
અને જે પોતે સમગ્ર બ્રહ્માંડનો મૂલ-આશ્રય (Original substratum) છે, તેને બીજા કશાનો આશ્રય કેવો? શા માટે? બ્રહ્મ પોતે “અનાશ્રય' છે, એ જ એનો મહિમા છે અને એમાં જ વિશ્વનું કલ્યાણ રહેલું છે ! હકીકત એ છે કે બ્રહ્મ પોતે જ પોતાનો “આશ્રય' છે !
શ્લોકનો છંદ અનુષુપ (૪૮)
૯૨૪ | વિવેકચૂડામણિ