________________
બ્રહ્મત્વ સિવાય, બીજું કશું જ નથી; એની ભીતર કશો જ ભેદ શક્ય નથી, એનું સમગ્ર સ્વરૂપ બ્રહ્મકમય છે. શાસ્ત્રકારોએ ભેદ ત્રણ પ્રકારના કહ્યા છે : સ્વગત, સજાતીય અને વિજાતીય. વૃક્ષ પોતે એક હોવા છતાં, એનાં પોતાનાં જ પાંદડાંપુષ્પો-ફળોથી વૃક્ષનો ભેદ સંભવે છે; આ થયો સ્વગત ભેદ; અને વડ તથા લીમડો એ બંને “વૃક્ષો’ તરીકે એક હોવા છતાં વૃક્ષના પ્રકાર' તરીકે બંનેમાં ભેદ છે; આ થયો સજાતીય ભેદ; અને વૃક્ષ તથા પથ્થર વચ્ચે જે ભેદ છે તે, વિજાતીય ભેદ.
બ્રહ્મમાં તો, આવા, સ્વગત-સજાતીય-વિજાતીય પ્રકારના કોઈ જ ભેદો નથી, એ દર્શાવવા માટે અહીં પૂર્ણમ્ - એ વિશેષણ પ્રયોજાયું છે : स्वगत-सजातीय-विजातीय-भेदरहितं वस्तु पूर्णम् । શ્લોકનો છંદ : અનુપુપ (૪૬૭)
૪૬૮ अहेयमनुपादेयमनाधेयमनाश्रयम् । ।
एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६८॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અહેયમનુપાદેયમનાધેયમનાશ્રયમ્ |
એકમેવાવયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ૪૬૮ શ્લોકનો ગદ્ય અન્વય :
અહીં પણ, યથાપૂર્વ, શ્લોકમાંનાં પદોનાં ક્રમ પ્રમાણે જ, અન્વય, દંડાન્વય' છે. (૪૬૮). શબ્દાર્થ :
અહીં પણ, યથાપૂર્વ, શ્લોકની બીજી પંક્તિ, એ જ રીતે, પુનરુક્ત થઈ છે. એટલે બાકી રહે છે, પહેલી પંક્તિમાંનાં, બ્રહ્મનાં આ ચાર વિશેષણો : મફેય, अनुपादेयम्, अनाधेयम् मने अनाश्रयम्.
(૧) મહેયમ્ દેય નહીં એટલે ત્યજવું, એ ધાતુનું વિધ્યર્થ-કૃદંત) એટલે તે, જેને ત્યજી શકાય, ત્યજવા-યોગ્ય; અદેય એટલે તે, જે ત્યજવા-લાયક, ત્યજી શકાય તેવું નથી, ત્યાજ્ય નથી, અત્યાજય.
() અનુપાયમ્ ! (મન્-પાયમ) I Jપાય (૩૫ + મા + ર એટલે લેવું, ગ્રહણ કરવું, - એ ધાતુનું વિધ્યર્થ-કૃદંત) લેવા-યોગ્ય, ગ્રહણ કરવા-સ્વીકાર
વિવેકચૂડામણિ | ૯૨૩