________________
એકરસ; પ્રત્યેક વ્યક્તિગત અંતરાત્મામાં એનાં આત્મગત(Subjective) રસનાં રૂપમાં સ્થિત. દરેકનાં અંતઃકરણમાં મૂળભૂત એક જ સ્વરૂપે વસતું (Homogeneous).
સર્વતોમુવમ્ ઃ સર્વ દિશાઓમાં મુખવાળું, એટલે કે ભૂતમાત્રમાં ચૈતન્યરૂપે રહેલું; સર્વાત્મભૂત સર્વવ્યાપી (All-pervading, Omnipresent) (૪૬૭). અનુવાદ :
જે એકરસ-પ્રત્યગાત્મા, પૂર્ણ, અનંત, સર્વતોમુખ છે, તે બ્રહ્મ એક અને અદ્વિતીય છે અને એમાં ક્યાંય કશું પણ “નાનાત્વ' નથી. (૪૬૭), ટિપ્પણ:
બ્રહ્મનું શ્રુતિ-પ્રમાણિત અને પરંપરાગત સ્વરૂપ જેમ “સત્-ચિદૂ-આનદ છે, તેમ જ “રસ-રૂપ પણ છે; આ જ કારણે, આ જ બ્રહ્મનાં અનુસંધાનમાં, એ જ
શ્રુતિનું વાક્ય છે : રસો હૈ : ' અને ગયા શ્લોકમાં, બ્રહ્મ માટે, “સઘન', - “ચઘન” અને “આનંદઘન', - એવાં વિશેષણો પ્રયોજાયાં, એ જ રીતે, બ્રહ્મ “રસઘન પણ છે, એનો સંકેત આપણને, અહીં, પ્રત્ય-રસમ્ - એ શબ્દમાં મળે છે અને રસ તો (સ્થિતે માસ્વાદ્યતે રૂતિ રસ: ', - એની આવી વ્યાખ્યાને કારણે) તે, “આસ્વાદનો, “ચર્વણા'નો વિષય છે, અને બ્રહ્મસાક્ષાત્કાર પામવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરનારા સર્વ સાધકોને બ્રહ્મ-રસ'નો જે “આસ્વાદ' મળે છે, તે, સદા-સર્વદાસર્વત્ર એકસમાન જ હોય છે; - આ જ મર્મ છે, આ શ્લોકમાંનાં બ્રહ્મ-વિશેષણ પ્રત્યરસ-નો.
બીજું, સર્વતોમુવમ્ - એ બહુવ્રીહિ-સમાસનો અર્થ આવો થાય છે : બ્રહ્મ એટલે તે, જેનું મુખ સર્વદિશાઓમાં છે : સર્વતઃ સર્વવિશાસ્તુ મુરઉં યસ્ય સા. પરંતુ દિશાઓની સંખ્યા તો માત્ર “દશ” જ ને ! એ સિવાયનાં સ્થાનોનું-સ્થળોનું શું ? એટલે અહીં સર્વતઃ - એ શબ્દને સર્વત્ર', એટલે કે Everywhere-ના અર્થમાં સમજવાનો રહે છે. સમગ્ર વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી, જ્યાં બ્રહ્મનું અસ્તિત્વ ન હોય. તાત્પર્ય એ છે કે તે સમસ્ત જગતનાં અણુ અણુમાં વ્યાપ્ત છે, - સર્વવ્યાપી (Omnipresent) છે. એક જૂની કવિતાની થોડી લીંટીઓ, બ્રહ્મનાં આ વિશેષણનાં સમર્થનમાં, યાદ આવી જાય છે :
“આસપાસ આકાશમાં, અંતરમાં આવાસ;
ઘાસ, ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ! ” અને ત્રીજું, ગયા શ્લોકમાં ભલે પરિપૂર્ણ - શબ્દ આવી ગયો, આ શ્લોકમાંના પૂર્વ – શબ્દનો સંદર્ભ સાવ જૂદો જ છે : બ્રહ્મમાં તેના પોતાનાં સિવાય, એટલે કે
૯૨૨ | વિવેકચૂડામણિ