________________
અનુવાદ :
જે સદા ઘનીભૂત સત, ચિત અને આનંદ-સ્વરૂપ, નિષ્ક્રિય, એક જ અને અદ્વિતીય તેવું બ્રહ્મ છે, તેમાં કોઈ પણ પ્રકારનું “નાનાત્વ' નથી. (૪૬૬) ટિપ્પણ
શ્લોકના સર્વ શબ્દોને, આ પહેલાં, ઉપર્યુક્ત શબ્દાર્થ-વિભાગમાં, સર્વ આવશ્યક વિગતો સાથે, સમજાવવામાં આવ્યા છે, એટલે અહીં કશું ઊમેરવાનું રહેતું નથી.
માત્ર એક જ વાતનો નિર્દેશ કરવાનો રહે છે અને તે એ કે સમગ્ર બ્રહ્માંડની સર્વ ક્રિયાઓ, આ દ(Seer) એવા બ્રહ્મની સમક્ષ જ થતી હોવા છતાં, તે પોતે એમાં જરા પણ સંસક્ત, સંબદ્ધ કે લિપ્ત (Involve) થતું નથી; અને તેથી જ ભાષ્યકારો વિજિય અને ક્રિય જેવા શબ્દોનું અર્થઘટને આ રીતે કરે છે :
પુષ્ટિ-ર-જિયાશ્ચમ્ ા શ્લોકનો છંદ : અનુપ (૪૬૬)
૪૬૭ प्रत्यगेकरसं पूर्णमनन्तं सर्वतोमुखम् ।
एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६७॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
પ્રત્યશેકરસ પૂર્ણમનન્ત સર્વતોમુખમ્ |
એકમેવાદ્વયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ૪૬ શ્લોકનો ગદ્ય અન્વય :
અહીં પણ શ્લોક પ્રમાણે જ દંડાન્વય' છે. (૪૬૭) શબ્દાર્થ :
આ શ્લોકમાં પણ બીજી પંક્તિ, આગળના શ્લોકો પ્રમાણે જ છે અને પહેલી પંક્તિમાં પણ પૂર્ણ અને ૩નન્ત, - બ્રહ્મનાં આ બે વિશેષણો શ્લોક-૪૬પમાં, આ પહેલાં, આવી ગયાં છે; એટલે નવાં કહી શકાય એવાં પ્રત્ય-પરસ અને સર્વતોમુઉં - એ બે-ને જ સમજાવવાનાં રહે છે. પ્રત્યાવરમ્ : અંતરાત્મા-સ્વરૂપે સદા એકરસ; પ્રત્યગાત્મા-રૂપે અખંડ
વિવેકચૂડામણિ | ૯૨૧