________________
૪કલ निर्गुणं निष्कलं सूक्ष्मं निर्विकल्पं निरंजनम् ।
एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६९॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
નિર્ગુણ નિષ્કલ સૂથમં નિર્વિકલ્પ નિરંજન
એકમેવાદ્વયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન 1૪૬લા શ્લોકનો ગદ્ય અન્વય :
અહીં પણ દંડાન્વય' જ છે. (૪૯) શબ્દાર્થ :
અહીં પણ, શ્લોકની બીજી પંક્તિ, એની એ જ, પુનરુક્ત થઈ છે અને પહેલી પંક્તિમાં, બ્રહ્મનાં, પાંચ વિશેષણો આ પ્રમાણે છે :
निर्गुणम्, निष्कलम्, सूक्ष्मम्, निर्विकल्पम् भने निरंजनम्.
આ પાંચ વિશેષણોની બાબતમાં બે વાત, આરંભમાં જ, કહેવાની રહે છે : એક તો એ કે આ પાંચેય શબ્દો, આ પહેલાં, એક કરતાં વધુ વાર, આપણા આ સ્વાધ્યાયમાં, આવી ગયા છે; અને બીજું એ કે પાંચમાંનાં, એક સૂક્ષ્મ સિવાયનાં બાકીનાં ચાર નકારાત્મક(Negative) છે. - (૧) નિમ્ ! પરમતત્ત્વનાં બે સ્વરૂપો છે, નિર્ગુણ અને સગુણ : એમાંનું જે સ્વરૂપ ઇન્દ્રિયગ્રાહ્ય છે, તે સગુણ અને જે ઈન્દ્રિયગ્રાહ્ય નથી, તે નિર્ગુણ.
(૨) નિષ્ણનમ્ વત્તા એટલે ભાગો, વિભાગો, અવયવો (Parts); જેનામાં કોઈ વિભાગો કે અવયવો નથી એવું, - નિરવયવ. આનો જ વિરોધાર્થી શબ્દ, - સન - સહુને સુપરિચિત છે, - Wholeના અર્થમાં.
(૩) સૂક્ષ્મમ્ એટલે તે, જે અત્યંત નાનું છે, અણુ-સ્વરૂપ છે : Subtle, Minute, Atomic. આનો વિરોધાર્થી શબ્દ-સ્થૂલ', પણ સુપરિચિત છે.
(૪) નિર્વિમ્ એટલે વિકલ્પો-વિચારો-વિકારો-વિક્ષોભ વિનાનું નિર્ગુણસગુણની જેમ જ બ્રહ્મનાં બે સ્વરૂપો છે, - નિર્વિકલ્પ અને સવિકલ્પ.
(૫) નિરંજનમ્ | અંગન એટલે લેપ, આંજણ, મળ, અશુદ્ધિ, ગંદકી; આવી કશી મલિનતા વિનાનું એટલે નિરંજન : નિર્મળ, નિષ્કલંક Unstained, Taintless. (૪૬૯)
વિવેચૂડામણિ | ૯૨૫