________________
વ્યાવહારિક દષ્ટિથી. તેમની શંકા કેવી છે? કયા પ્રકારની છે ? : યે હે થે તિષ્ઠતિ ? - તિ | - આ દેહ કેવી રીતે રહે ? શાના આધારે ટકે ? - એવી શંકા. એમને આવી શંકા શા માટે થઈ? શા કારણે ઉદ્ભવી ? જ્ઞાનેન સમૂન મશાનાર્યસ્ય યતિ તા: (શાત્ તf) રિ-તર્દિ એટલે “જો-તો”. નય નાશ; સમૂત એટલે સમૂળગો, સંપૂર્ણ. “જ્ઞાનથી જો અજ્ઞાનનાં કાર્યનો સંપૂર્ણ નાશ થાય તો, થતો હોય તો”, આ દેહ શાના આધારે ટકે ?
તો પછી, આ ચર્ચા કોના માટે નથી ? વિથતાં રેહવિત્યત્વનોધનીય ન તુ (તિ) વિપશિતાં એટલે વિદ્વાનોને, જ્ઞાનીઓને; વધન જણાવવું, સમજાવવું, જ્ઞાન આપવું. સત્યત્વ એટલે સત્ય હોવાપણું, યથાર્થતા. વિદ્વાનોને દેહ-વગેરેની યથાર્થતા પ્રબોધવા માટે શ્રુતિ આવી ચર્ચા કરતી જ નથી.
તો પછી, આમ કરવામાં શ્રુતિનો અભિપ્રાય શો છે? - ચતઃ કૃતેઃ પિપ્રાય: પરમાર્થ––ો: મતિ પર્વ એટલે માત્ર, ફક્ત. રોવર એટલે બોધ, પ્રતિપાદન, અભિવ્યક્તિ, જાણ, રજૂઆત. પરમાર્થ એટલે “આત્મા અદ્વિતીય છે', - એવી પરમાર્થની વસ્તુ, વાત (Supreme Reality). શ્રુતિનું નિરપવાદ તાત્પર્ય માત્ર આટલું જ છે. (૪૬૩-૪૬૪). અનુવાદ :
જ્ઞાન વડે અજ્ઞાનનાં કાર્યનો જો સમૂળગો નાશ થતો હોય તો), આ દેહ કેવી રીતે ટકી શકે ?” – આવી શંકા કરનારા જડ-બુદ્ધિવાળા(અજ્ઞાનીઓ)ને, માત્ર બાહ્યદૃષ્ટિથી સમજાવવા માટે જ શ્રુતિ પ્રારબ્ધની વાત કરે છે, - વિદ્વાનોને દેહવગેરેની યથાર્થતા જણાવવા માટે શ્રુતિ એ વાત) નથી કરતી), કારણ કે, શ્રુતિનો
અભિપ્રાય તો પરમાર્થ-વસ્તુનાં પ્રતિપાદન માટે (જ) છે. (૪૬૩-૪૪૪) ટિપ્પણ :
આત્માનું તો નહીં જ, પરંતુ શરીરનું પણ પ્રારબ્ધ ન હોઈ શકે, એવી કલ્પના પણ બ્રાન્ત અને ગેરમાર્ગે દોરનારી છે, એવું નિશ્ચયાત્મક નિરૂપણ, ‘અધ્યારોપ-વાદ અને “અજાતિવાદનો આધાર લઈને, ગયા શ્લોકમાં, કરવામાં આવ્યું; એટલે હવે પ્રારબ્ધની વિચારણાનો મુદ્દો, એની સમાપ્તિના તબક્કે પહોંચી ગયો છે ત્યારે, જડબુદ્ધિવાળા કેટલાક શંકા-કુશંકા કરનારા પૂર્વપક્ષોએ ઊભા કરેલા એક સવાલનું અસંદિગ્ધ ખંડન કરીને, આચાર્યશ્રી, અહીં, આ બે શ્લોકોમાં પ્રારબ્ધ-વિચારણાનાં સમગ્ર પ્રકરણનો ઉપસંહાર કરે છે. આ રીતે, જો “પ્રારબ્ધ છે જ નહીં, તો પછી પહેલો સવાલ એ છે કે – શ્રુતિ
' વિવેકચૂડામણિ | ૯૧૫