________________
સ્મૃતિ-શાસ્ત્રો-સંતો, - આ બધાં, “પ્રારબ્ધની ચર્ચા કરે છે જ, શા માટે ? અને એમના આ સવાલનો આધાર સિદ્ધાંત-પક્ષના આ સિદ્ધાંત પર છે : ઉપાદાન-કારણ માટીનો જ નાશ થઈ જાય, તો માટીનું કાર્ય, - એવો ઘડો ટકી શકતો નથી; એ. જ રીતે, દેહાદિનું ઉપાદાન કારણ એવું અજ્ઞાન જો જ્ઞાન વડે સમૂળગું નાશ પામે તો પછી, અજ્ઞાનનાં કાર્યરૂપ દેહાદિ, દેહાદિના સાંસારિક વ્યવહારો વગેરે શાના આધારે ટકે ?
પૂર્વપક્ષની આ શંકામાં, ગયે . એટલે પંચ-મહાભૂતોનો બનેલો આ દેહ તો ખરો જ, પરંતુ માનવાર્યમાં તો અહંકારથી આરંભાતું અને સ્થૂલ શરીરથી અંત પામતું આ સમગ્ર જગત પણ સમાવિષ્ટ થઈ જાય. વળી, “જ્ઞાન” એટલે બ્રહ્મજ્ઞાન અને સમૂત - શબ્દમાંનું “મૂળ એટલે સ્કૂલ-શરીર અને સમગ્ર જગત સાથે સંકળાયેલું અજ્ઞાન અને અજ્ઞાનનું કાર્ય એવું શરીર જો નાશ પામતું જ હોય તો, આત્મજ્ઞાની મનુષ્યો તેમના શરીર સાથે જીવી રહ્યા હોય છે, તેનું શું ?
આવા ઉપરછલ્લા સવાલો આચાર્યશ્રીના ખ્યાલ બહાર નથી જ : પૂર્વપક્ષના આવા સવાલો, તેની જડબુદ્ધિને લીધે અને સાચી સૂક્ષ્મબુદ્ધિના અભાવને લીધે જ ઉદ્દભવ્યા છે : આવી શંકાનાં સમાધાન માટે જ, શ્રુતિએ પ્રારબ્ધ'ની ચર્ચા કરીને પ્રતિપાદન કર્યું કે જ્ઞાન થયા બાદ પણ જ્ઞાનીનું શરીર એટલા માટે ટકી રહે છે કે તે પ્રારબ્ધ ભોગવવા આવે છે, પરંતુ એ કર્મો જ્ઞાનીને બંધનકર્તા હોતાં નથી. અને જે શ્રુતિ માટે વતિ, - એમ કહ્યું છે, તેનું બોલવાનું એટલે આટલું જ : -
तस्य तावद् एव चिरं, यावत् न विमोक्ष्ये, अथ संपत्स्ये ।
(“તેના માટેનો વિલંબ તો માત્ર ત્યાં સુધીનો જ હોય છે, જ્યાં સુધી તેનો શરીર-વિમોક્ષ ન થાય; પછી તો તરત જ તેનો બ્રહ્મભાવ સંપન્ન થઈ જાય છે.”
હકીકતમાં તો, ઉપનિષદના ઋષિઓની આ ઉદારતા છે કે તેઓ, પ્રારબ્ધની આવી ચર્ચા, અજ્ઞાનીઓની આવી શંકાનાં નિવારણ માટે અને તેમની વ્યથાનાં દૂરીકરણ માટે જ કરે છે. નિષ્કર્ષ તો એટલો જ છે કે, ઉચ્ચ તાત્ત્વિક દૃષ્ટિએ, જ્ઞાનીને તો નથી, ખરેખર, દેહ, નથી “સંચિત' કે પ્રારબ્ધ' જેવાં કર્મો, નથી કર્મોનો સંગ કે નથી આ બધાંનાં કશાં બંધનો. પ્રારબ્ધ'-આદિ કર્મોની ચર્ચા તો, જડબુદ્ધિવાળા શંકાશીલ અજ્ઞાનીઓનાં મનનું સમાધાન કરવા માટે, એમનાં અજ્ઞાનને દૂર કરવા માટે અને એમને આશ્વાસન આપીને સ્વસ્થ કરવા માટે જ છે. બાકી, જ્ઞાનનિષ્ઠ વિદ્વાનોને દેહાદિની યથાર્થતા પ્રબોધવાનું તો રહેતું જ નથી, એ હકીકતની શ્રુતિને તો પૂરી પ્રતીતિ છે : આત્માની અદ્વિતીયતા એ જ, શ્રુતિની દષ્ટિએ તો, એકમાત્ર પરમાર્થ છે અને તેથી શ્રુતિનો અભિપ્રાય તો માત્ર આવા પરમાર્થનું પ્રબોધન અને
૯૧૬ | વિવેકચૂડામણિ