________________
-
પણ એક હકીકત તો આવા જ્ઞાની મનુષ્ય માટે પણ રહે જ છે, - અને તે એ કે તે મુનિ પણ આ જગતનો જ એક મનુષ્ય છે અને તેથી મનુષ્ય-અસ્તિત્વની મનુષ્યસહજ પરિસ્થિતિઓમાંથી તો તેને પણ પસાર થવાનું રહે જ : આનાં જ દૃષ્ટાંત-રૂપ, રામકૃષ્ણ-પરમહંસ જેવા ‘ભગવાનના-માણસ’ને પણ કૅન્સર જેવા જીવલેણ વ્યાધિનો ભોગ બનવું પડ્યું અને ક્રૉસ પર ચઢાવવામાં આવેલા ઈશુખ્રિસ્તને પણ પોતાનાં શરીર પર ખીલા ઠોકવાના ઘાને સહન કરવા પડ્યા હતા.
હકીકત એ છે કે સ્થૂલ શરીરનું નિર્માણ પૂર્વનાં કર્મો વડે થાય છે અને તેથી જ શરીર એ પ્રારબ્ધ’નું કાર્ય છે અને પ્રારબ્ધ’નો સંબંધ પણ જ્ઞાનીનાં શરીર સાથે જ છે, તેના આત્મા સાથે નહીં.
આ શ્લોકમાં આચાર્યશ્રી આ જ હકીકત પર ભાર મૂકે છે અને ત્યારપછીના બે શ્લોકમાં પણ આ જ મુદ્દાની ચર્ચા ચાલુ રાખે છે. ટૂંકમાં, પ્રારબ્ધ’ એ શરીરનું કારણ છે અને શરીર એ કાર્ય છે. આવાં કાર્ય-કારણ-ભાવનો સંબંધ માત્ર શરીરને જ છે. આત્માને નહીં. આત્મા તો અનાદિ અને અજ હોવાથી, તે તો કોઈ પણ પ્રકારના કાર્ય-કારણ-ભાવથી પર છે, વિલક્ષણ છે. જે, આમ, અજન્મા, અનાદિ અને નિત્ય છે, એનું નિર્માણ કર્મથી થયું છે અને એની સાથે પ્રારબ્ધ’ને સાંકળવું, તે તો અનૌચિત્યની પરાકાષ્ઠા જ કહેવાય !
આ સત્યનું સમર્થન, હવે પછીના શ્લોકમાં, શ્રુતિની અમોઘ ઘોષણા દ્વારા, કરવામાં આવશે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૫૯)
૪૬૦
अजो नित्य इति ब्रूते श्रुतिरेषा त्वमोघवाक् । तदात्मना तिष्ठतोऽस्य कुतः प्रारब्धकल्पना ॥४६०॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
અજો નિત્ય ઇતિ શ્રૂતે શ્રુતિરેષા ત્વોઘવાક્ । તદાત્મના તિષ્ઠતોઽસ્ય કુતઃ પ્રારબ્ધકલ્પના ॥૪૬૦॥
શ્લોકનો ગદ્ય અન્વય :
‘अजः नित्यः (शाश्वतः अयं पुराण: ) ' इति एषा अमोघवाक् श्रुतिः ब्रूते; तद्-आत्मना तिष्ठतः अस्य (ज्ञानिनः मनुष्यस्य) प्रारब्धकल्पना ત: ? ||૪૬૦॥
વિવેકચૂડામણિ | ૯૦૭