________________
અનુવાદ :
જ્ઞાની મનુષ્યનું “પ્રારબ્ધ” કર્મ, ખરેખર, ખૂબ બળવાન છે. તે(કમ)નો ક્ષય તો ભોગવ્યાથી જ થાય છે; પરંતુ) જે કર્મો અગાઉનાં “સંચિત’ છે અને આગામી (એટલે કે, ભવિષ્યમાં થનારાં) છે, તેમનો નાશ તો, સમ્યગુ-જ્ઞાન-રૂપી અગ્નિથી જ થાય છે. જે (જ્ઞાની મનુષ્યો) જીવ-બ્રહ્મનું ઐક્ય અનુભવીને સર્વદા બ્રહ્મભાવ-મય રહી શકે છે, તેમના માટે તો તે ત્રિવિધ કર્મો (પ્રારબ્ધ', સંચિત” અને “આગામી') કોઈ પણ કાળે છે જ નહીં : તેમને તો (સર્વત્ર) નિર્ગુણ બ્રહ્મ જ (દેખાય) છે. (૪૫૪) ટિપ્પણ :
આ શ્લોકમાં, જ્ઞાનીનાં અનુસંધાનમાં, પ્રારબ્ધ”, “સંચિત” અને “આગામી,.એ ત્રણેય પ્રકારનાં કર્મોનાં વ્યક્તિગત સ્વરૂપની સ્પષ્ટતા કરવામાં આવી છે : આ ત્રણમાં પ્રારબ્ધ કર્મો, ખરેખર, એવાં સવિશેષ બળવાન છે કે એના પ્રભાવથી તો જ્ઞાની (વિવા) મનુષ્યો પણ બચી શકતાં નથી, તેના સારાં-નરસાં ફળો તો તેમના જેવા વિદ્વાનોએ પણ ભોગવવાં જ પડે છે. તેવા ભોગ વિના (મોઝેન વિના) તેનો નાશ થતો નથી (ક્ષય:).
બાકી રહ્યાં, અગાઉનાં એકઠાં થયેલાં “સચિત કર્મો અને હવે પછી ભવિષ્યમાં થનારાં “આગામી કર્મો. આવાં કર્મોમાં રહી ગયેલી વાસનાઓનો નાશ (વિનય:) તો “હું જીવ નહીં પરંતુ અસંગ આત્મા છું' - એ આત્મજ્ઞાન અથવા સમ્યગ-જ્ઞાનથી જ થઈ શકે. આવું સમ્યગુ-જ્ઞાન, એવો એક વિનાશક અગ્નિ (દુતારાન:) છે કે એમાં તો સંચિત” અને “આગામી” જેવાં સર્વ કમોંમાં રહી ગયેલી વાસનાઓ અને એને વળગી રહેલો અહંભાવ, - બધું જ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સર્વ પ્રકારનાં કર્મોને ભસ્મ કરી નાખનાર જે જ્ઞાનાગ્નિની વાત ગીતાએ કરી છે, તે જ આ સમ્ય-જ્ઞાન-હુતાશન ! -
જ્ઞાનાનઃ સર્વવનિ મમસ વુકુત્તે તથા . (૪, ૩૭)
જ્ઞાનને અગ્નિનું રૂપક આપનાર એ જ ગીતાકારે, એ જ અગ્નિને, એ જ સંદર્ભમાં, મહાપાપીને પણ જળનાં મહાપૂરમાંથી તારનાર નૌકાનું પણ રૂપક આપ્યું છે, તે નોંધપાત્ર છે :
अपि चेत् असि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः । સર્વ જ્ઞાન-નવેન વિ વૃત્તિને સંતરિષ્યતિ છે (૪, ૩૬)
૮૯૬ | વિવેક્યૂડામણિ