________________
વળી, ઘડામાં જે મદિરા ભરેલી છે, તેની ગંધ વડે હવા, એવી ગંધવાળી થાય છે, પરંતુ આકાશ આવી કોઈ ગંધથી લેપાતું નથી, એ તો હતું તેવું જ રહે છે. વાતાવરણમાંનાં ગરમી-ઠંડી-ભેજ-ભીનાશ વગેરે કશાંથી લેશમાત્ર પણ લેપાયા વિના, આકાશ તો સૂક્ષ્મતા-વિશુદ્ધિ-નિરાકારપણું-વિશ્વવ્યાપિત્વ વગેરે પોતાનાં સ્વરૂપની મૂળભૂત નિર્લેપતા અખંડ અને અવિક્ષિપ્ત જાળવી જ રાખે છે. ટૂંકમાં, આકાશ, સર્વ પરિસ્થિતિઓ, ગમે તેવી ઉપાધિઓના સંબંધમાં આવવા છતાં, એવું ને એવું, સદા નિર્લેપ જ રહે છે.
એવી જ રીતે, જે શરીરમાં તે રહે છે તે સ્થૂલ શરીર, આત્મા માટેની ઉપાધિ છે. શરીર જન્મે છે, વિકાર પામે છે, વધે-ઘટે છે, અનેક કર્મો કરે છે, એ કર્મોનાં ફળ પણ ભોગવે છે અને અંતે પ્રારબ્ધ’-કર્મોનાં ફળ ભોગવાઈ ગયાં પછી, મૃત્યુ પણ પામે છે. પરંતુ આ બધી તો, સ્થૂલ શરીર સાથે સંકળાયેલી ઉપાધિઓ અને મર્યાદાઓ છે. આત્માનાં સ્વરૂપની એ જ વિશેષતા, મૌલિકતા અને અનન્યતા (Unique-ness) છે કે સ્થૂલ શરીર સાથે સતત અને સઘન રીતે સંકળાયેલો હોવા છતાં, તે જ શરીરની ઉપર્યુક્ત કોઈ જ ઉપાધિઓથી તે કદાપિ, લેશમાત્ર પણ, લેપાયમાન થતો નથી.
‘સંચિત’ કર્મોમાંથી જેટલાં કર્મો લોન્મુખ બને, એટલે કે ફળ માટે જે પરિપક્વ થાય, તે ‘પ્રારબ્ધ’ કર્મ બને છે; અને છતાં કેટલીક વાસના એવી હોય છે કે જે હજુ પૂરી ફલોન્મુખ બની હોતી નથી, તે પરિપક્વતાની રાહ જોઈ રહી હોય છે, - જેને આગામી' કહેવામાં આવે છે. જીવ-બ્રહ્મનું સંપૂર્ણ ઐક્ય સધાય ત્યારે જ, આવી બધી ‘આગામી' વાસનાઓ પણ નાશ પામે છે.
સંક્ષેપમાં, આત્મા પણ, આકાશની જેમ, સ્થૂલ શરીર અને એની સર્વ ઉપાધિના સંબંધમાં (યો) હોવા છતાં, શરીરના વિદેહમોક્ષ સુધી, સદા-સર્વદા, સંપૂર્ણરીતે, નિર્લેપ રહે છે.
આ જ રહસ્ય છે, આત્માનાં સૂક્ષ્મતમ સ્વરૂપનું. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૫૧)
૪૫૨૪૫૩
ज्ञानोदयात् पुराऽऽरब्धं कर्म ज्ञानान्न नश्यति । अदत्वा स्वफलं लक्ष्यमुद्दिश्योत्सृष्टबाणवत् ॥४५२॥ व्याघ्रबुद्धया 'विनिर्मुक्तो बाणः पश्चात्तु गोमतौ । न तिष्ठति छिनत्त्येव लक्ष्यं वेगेन निर्भरम् ॥४५३ ॥ વિવેકચૂડામણિ | ૮૯૧