________________
न नभो घटयोगेन सुरागन्धेन लिप्यते । तथाऽऽत्मोपाधियोगेन तद्धर्मैर्नैव लिप्यते ॥४५१॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
૪૫૧
ન નભો ઘટયોગેન સુરાગન્ધેન લિખતે । તથાઽસ્મોપાધિયોગેન તધર્મેનૈવ લિપ્સતે ॥૪૫૧॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
(यथा) नभः घटयोगेन सुरागन्धेन न लिप्यते, तथा आत्मा उपाधियोगेन તલ્બમ: ન વ નિષ્યતે ॥૪॥
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : તથા આત્મા અવધિયોોન તદ્ધમ ન વ નિષ્યતે। યોગ એટલે સંબંધ-સંપર્ક. તેવી રીતે આત્મા ઉપાધિનો સંબંધ પામવા છતાં, તે(ઉપાધિ)ના ધર્મોથી લેપાતો નથી. આવું કોની જેમ બને છે ? (યથા) નમ: ધયોોન સુન્ધન ન શિખતે, તથા । નમઃ એટલે આકાશ; ઘટ એટલે ઘડો, અને સુરી એટલે ઘડામાં ભરેલી મદિરા, દારૂ : (જેમ) આકાશ, ઘડાના સંબંધમાં હોવા છતાં, ઘડાથી અને ઘડામાં ભરેલા દારૂની ગંધથી લેપાતું નથી, - તેમ, તેવી રીતે. (૪૫૧) અનુવાદ :
જેમ આકાશ ઘડાના સંબંધમાં હોવા છતાં, ઘડાથી અને એમાં ભરેલા દારૂની ગંધથી લેપાતું નથી, તેમ, આત્મા, ઉપાધિના સંબંધમાં હોવા છતાં, તે(ઉપાધિ)ના ધર્મોથી લેપાતો જ નથી. (૪૫૧)
ટિપ્પણ :
આપણે, આ પહેલાં, જોયું કે આકાશ (Space) તો સૂક્ષ્મ છે, વિશુદ્ધ છે અને વિશ્વ જેવું જ, વિશ્વ-સમાન, વિશ્વ સાથે જ સહ-વ્યાપી (Co-extensive) છે : એને આકાર નથી. ઘડામાં રહેલું આકાશ (પટ-આાશ), ઘડા સાથેના સંપર્કને કારણે (Contact), મર્યાદિત બને છે, એવું માત્ર દેખાય છે. ઘડો ફૂટી જતાં, એટલે કે તેની આ ઉપાધિ (Conditioning) દૂર થતાં, તે, પોતાનાં મૂળ આકાશમાં મળી જાય છે, ભળી જાય છે.
૮૯૦ | વિવેકચૂડામણિ