________________
ન થવાનો તે અધિકાર પ્રાપ્ત કરે છે.
આવો વિરલ અને દુર્લભ અધિકાર તેને પ્રાપ્ત થવા માટેનો સઘળો યશ ઘટે છે, – પોતાની જાતને સંપૂર્ણ અસંગ અને ઉદાસીન જાણવાની પોતાની પ્રતીતિને (પરિજ્ઞાય). આવી પ્રતીતિની પ્રેરણા તેને મળે છે, આકાશ પાસેથી, જે, ત્રણેય કાળમાં અને સદા-સર્વદા, જળ-તાપ-હવા વગેરે જેવાં સર્વ પ્રદૂષણોથી સંપૂર્ણ અનાસક્ત-અસ્પર્થ-નિર્લેપ અને ઉદાસીન રહે છે.
અસંગત્વ અને ઉદાસીનત્વની બાબતમાં, એક અજોડ આદર્શ (Unique Ideal) તરીકે આકાશને, આચાર્યશ્રીએ, આ પહેલાં પણ, શ્લોક-૩૮૬માં, આ પ્રમાણે પ્રયોજ્યું જ છે ઃ
उपाधिशतैः विमुक्तं एकं, न विविधं गगनम् ।
આકાશ' વિશેના, આચાર્યશ્રીના આવા અભિગમનો આધાર ગીતાનો આ
શ્લોક છે :
यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं न उपलिप्यते ।
સર્વત્ર અસ્થિતઃ વેદે તથા આત્મા ન-લિખતે ॥ ૧૩, ૩૩ II (“જેમ બધી બાજુ રહેલું આકાશ સૂક્ષ્મપણાંને લીધે લેપાતું નથી તેમ, દેહમાં રહેલો આત્મા લેપાતો નથી.”)
વળી, મનુષ્ય-શરીર જે પાંચ મહાભૂતોનું બનેલું છે, તેમાં એક ‘આકાશ' જ સૌથી વધારે સૂક્ષ્મ છે.
ભાવિ કર્મોથી તદ્દન નિર્લેપ રહેવાની, જ્ઞાની યતિની આવી નિશ્ચયાત્મક અને શ્રદ્ધાપૂર્ણ પ્રતીતિ, વેદાંતવિદ્યાના આ નિયમ પર આધારિત છે :
ધર્મ-અધ્યાસપૂર્વ: ધર્મી-અધ્યાસઃ ।
(“સૌપ્રથમ સાપનું આરોપણ દોરડા પર થાય છે; એ જ રીતે, શરીરનું આરોપણ આત્મા પર થાય છે અને ત્યારપછી જ, શરીર સાથે સંકળાયેલાં કર્મો અને તેનાં ફળનો આવિર્ભાવ થાય છે.”)
મૂલ-અજ્ઞાન(Primordial Ignorance)નો નાશ થતાં, ઉપર્યુક્ત આરોપણ પણ નાશ પામે છે.અને પછી તો અનાત્માના કશા જ ‘શ્લેષ’, એટલે કે લેપ કે પ્રભાવ માટે, અવકાશ રહે જ નહીં.
-
અલબત્ત, જેના અનુભવ માટે યતિએ આ શરીર ધારણ કર્યું છે, તે, પ્રારબ્ધ’ કર્મો તો, યતિ માટે, ચાલુ જ રહે છે એટલે, હવે પછી, આચાર્યશ્રી, આ સવાલની વિચારણા હાથ પર લે છે. .
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૫૦) વિવેકચૂડામણિ | ૮૮૯