________________
એવી વાત, ગયા શ્લોકમાં કર્યા પછી, અહીં એ જ વિચારનો વિસ્તાર કરવામાં આવ્યો છે :
એક માણસ ઊંઘી ગયો, તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન દરમિયાન, તેણે બહુ મોટાં પુણ્ય કે પાપ કર્યાં હોય; હવે તે જાગી ગયો, સ્વપ્ન તો રહ્યું નહીં. સવાલ એ છે કે સ્વપ્ન દરમિયાન તેણે કરેલાં પુણ્યોના બદલામાં તેને સ્વર્ગ અથવા પાપોના બદલામાં નરક મળી શકે ?
આમ તો, આ એક પ્રશ્ન છે, પણ સહુ જાણે છે તે પ્રમાણે, તે એક ‘કાકુપ્રશ્ન’ (Rhetorical Question) હોવાથી, પ્રશ્નમાં જ પ્રશ્નનો ઉત્તર સમાવિષ્ટ થઈ ગયો છે કે, - “ના, ના, સ્વપ્નમાં કરેલાં બહુ મોટાં દાન-પુણ્યનાં કર્મો તેને સ્વર્ગ આપનારાં કે ખૂન-ચોરી જેવાં બહુ મોટાં પાપ તેને નરક આપનારાં કદી પણ ન જ બની શકે ?'’
કારણ સ્પષ્ટ છે : સ્વપ્ન અને જાગૃતિ - બંને અવસ્થામાં માણસ ભલે એકનો એક, એ-નો એ જ હોય; અને છતાં તાત્ત્વિક દૃષ્ટિએ તે બંને જુદા છે : જાગ્યા પછી તે જ જાગનાર માણસ, ઊંઘમાં સ્વપ્ન જોનાર ન્હોતો અને ઊંઘમાં સ્વપ્ન જોનાર માણસ, જાગ્યા પછી, ઊંઘમાં સ્વપ્ન જોનાર તે જ માણસ હોતો નથી !
એ જ રીતે, જીવ-બ્રહ્મ-ઐક્યની પ્રતીતિ પહેલાંનાં કર્મો, એ જ મનુષ્ય માટે, એવી પ્રતીતિ પછી રહેતાં નથી : અવિદ્યા પણ એક પ્રકારની નિદ્રા હતી અને જીવબ્રહ્મ-ઐક્યરૂપી આત્મજ્ઞાન એક પ્રકારની જાગૃતિ છે. જાગૃતિ આવતાં, નિદ્રાનું અસ્તિત્વ ટકી શકતું નથી : આત્મજ્ઞાની માટે નથી ટકતો તેનો પોતાનો ભૂતપૂર્વ ભૂતકાળ, એ જ સમયનો પોતાનો જ અજ્ઞાની જીવાત્મા, એ જ અજ્ઞાન-અવસ્થા કે એ જ એનાં અજ્ઞાન-જન્ય કર્મો !
સ્થૂલ દૃષ્ટિએ જોતાં, સ્વપ્ન-જાગ્રત બંને અવસ્થામાંનો માણસ એક જ, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં, એ બંને અવસ્થાની ખરેખર અનુભૂતિ કરનાર બંને જૂદા-જૂદા છે : અજ્ઞાની-જ્ઞાની બંને મનુષ્ય, સ્થૂલ દૃષ્ટિએ, એક જ, છતાં જ્ઞાનનો પ્રકાશ પામ્યા પછી, સૂક્ષ્મ દૃષ્ટિએ, તે બંને, એકબીજાથી સાવ જૂદા-જૂદા !
આ જ છે ચમત્કાર, જ્ઞાન-અજ્ઞાન વચ્ચેના આમૂલ તફાવતના પ્રભાવનો ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૯)
૪૫૦
स्वमसंगमुदासीनं
|
परिज्ञाय नभो यथा न श्लिष्यते यतिः किंचित् कदाचिद् भाविकर्मभिः ॥४५०॥
વિવેકચૂડામણિ | ૮૮૭