________________
આવી પ્રક્રિયા શાના જેવી છે? - પ્રવધા સ્વખર્મવત્ ! નિદ્રામાંથી જાગ્યા પછી, સ્વપ્નમાંનાં કર્મો, જેમ વિલય પામે છે, તેમ, તેવી રીતે. (૪૪૮). અનુવાદ :
હું બ્રહ્મ છું', - એવા વિશિષ્ટ જ્ઞાન વડે, કરોડો કલ્પો દરમિયાન એકઠું થયેલું “સંચિત કર્મ, જાગવાથી સ્વપ્નમાંનાં કર્મની જેમ, વિનાશ પામે છે. (૪૪૮) ટિપ્પણ :
જીવન દરમિયાન, જે “ક્રિયમાણ” કર્મોનાં ફળ મનુષ્ય ભોગવ્યાં ન હોય તે, પુનર્જન્મ પામ્યા પછી તેનાં નામે, “સંચિત-કર્મો તરીકે, એકઠાં થતાં રહે છે. જીવબ્રહ્મનાં એકત્વની જ્ઞાનાત્મક અનુભૂતિને અભાવે, કરોડો યુગો દરમિયાન, જમા થતાં રહેલાં આવાં “સંચિત-કર્મો, ક્યારે અને કેવી રીતે નાશ પામે છે તે, આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે.
આ સંચિત કર્મો વિશે બે વાત સમજવાની રહે છે. એક તો એ કે મનુષ્યનાં અજ્ઞાનને લીધે ચાલુ રહેલી વાસના અને દેહાદિમાંના અહંભાવને કારણે જ, “સંચિત કર્મોનો બહુ મોટો જથ્થો, મનુષ્યનાં નામે જમા થઈ જવા પામ્યો હોય છે; અને બીજું એ કે આમાંનાં જે કર્મો ફળ માટે પરિપક્વ થઈને પ્રારબ્ધ” કર્મનું સ્વરૂપ ન પામી શક્યાં હોય તેવાં જ આ સંચિત કર્મો છે. આવાં કર્મોનાં બંધનમાંથી મુક્ત થવાનો શું કોઈ ઉપાય જ નથી ? – એવા અપેક્ષિત પ્રશ્નનો સરળ-સચોટ-શાસ્ત્રસંમત ઉત્તર, આચાર્યશ્રીએ, અહીં આપ્યો છે : “હું બ્રહ્મ છું', - એવું વિશિષ્ટ જ્ઞાન, - એટલે કે જીવ-બ્રહ્મનાં ઐક્યની અનુભવાત્મક આત્મગત(Subjective) પ્રતીતિ, એ એક જ, કરોડો કલ્પોમાં, અવિદ્યાને કારણે, એકત્રિત થઈ ગયેલાં પેલાં અસંખ્ય “સંચિત’ કર્મોનો વિલય કરવા માટે, પર્યાપ્તરૂપે સમર્થ છે : ઉપર્યુક્ત જ્ઞાન-અનુભવાત્મક પ્રતીતિ પોતે જ એવો એક અગ્નિ છે, જે, અવિદ્યાજન્ય વાસનાઓ અને અહંભાવને સદંતર ભસ્મીભૂત કરી શકે છે. તે પરાવર બ્રહ્મનું દર્શન થતાં, હૃદયગ્રંથિનાં ભેદનની, સર્વ સંશયોનાં છેદનની અને કર્મોના ક્ષયની જે વાત મુંડક-ઉપનિષદ (ર, ૨, ૮)ના ઋષિએ કહી છે, - - fઅદ્યતે હૃયસ્થિ છિદ્યનો સર્વસંશય: |
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥ તે જ, અહીં, આચાર્યશ્રીને અભિપ્રેત છે, એમાં શંકા નથી.
સંચિત કર્મોના વિલયનો આ “સપાટો' એવો જબરો, જોરદાર અને ઝડપી હોય છે કે સ્વપ્ન દરમિયાન કરેલાં કર્મોની, જાગ્યા પછી થતી ગતિ (કે “દુર્ગતિ'?)
વિવેકચૂડામણિ | ૮૮૫