________________
શ્લોકનો ગદ્ય અન્વય :- સમયેષાં ફૅન્દ્રિયાળાં વિષયેભ્યઃ પાવૃત્ય, સ્વસ્વોતò સ્થાપનું, સ: ‘મ:' રિીતિત:। વૃત્તે: વાઘ-ગનાતમ્નનં, વા ઉત્તમા ‘૩પતિ:’।। (૨૩-૨૪)
શબ્દાર્થ :- સમયેષાં ફન્દ્રિયાળાં બંને પ્રકારની ઇન્દ્રિયોને. શરીરમાંની ઇન્દ્રિયો બે પ્રકારની છે : ‘જ્ઞાનેન્દ્રિયો' અને ‘કર્મેન્દ્રિયો’. કાન, ત્વચા(ચામડી), આંખ, રસના(જીભ) અને ઘ્રાણેન્દ્રિય (નાક), - આ પાંચ ‘જ્ઞાનેન્દ્રિયો' છે. આ ‘જ્ઞાનેન્દ્રિયો' વડે જેમનું ‘જ્ઞાન’ થાય છે, માહિતી મળે છે, અનુભૂતિ થાય છે તે, અનુક્રમે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પાંચ, વિષયો' અથવા ‘તન્માત્રાઓ’ છે. હાથ, પગ, વાણી, જનનેન્દ્રિય અને ગુદા, - એ પાંચ ‘કર્મેન્દ્રિયો’ છે. વિષયમ્ય: પરાવૃત્ય - તેમના તે તે ‘વિષયો’માંથી પાછી વાળીને, ખેંચી લઈને, withdraw કરીને, સ્વ-સ્વયોત સ્થાપનં. પાછી વાળીને તેમનું શું કરવું ? તેમનાં . પોતપોતાનાં તે તે ગોળામાં-કાણાંમાં-પોલાણમાં, બખોલોમાં-બાંકોરાંમાં પાછી સ્થાપી દેવી, મૂકી દેવી, સ્થિર કરવી, ફરી ગોઠવી દેવી, સ: ૫: રિીતિ: તેને દમ' કહેવામાં આવે છે. વૃત્તિ એટલે મનોવૃત્તિ, મનની પ્રવૃત્તિ, વાદ્ય-અનાતમ્નનંબાહ્ય વિષયોનું આલંબન ન લેવું તે, એટલે કે મનોવૃત્તિ બાહ્ય વિષયોમાં ભમ્યા ન કરે તે; વિષયો તરફનું મનોવૃત્તિનું સ્વાભાવિક ભ્રમણ અટકી જાય તે. પા ઉત્તમા ૩પતિ: આમ થવું એ જ ઉત્તમ પ્રકારની ‘ઉપરતિ' છે. (૨૩-૨૪)
અનુવાદ :– બંને (પ્રકારની) ઇન્દ્રિયોને (તેમના) વિષયોમાંથી પાછી વાળી લઈને, (તેમને) પોતપોતાનાં ગોલકોમાં (ફરી પાછી) સ્થાપી દેવી તેને ‘દમ’ કહેવામાં આવે છે. મનોવૃત્તિ બાહ્ય વિષયોમાં ભમ્યા ન કરે, તે ઉત્તમ પ્રકારની ઉપરિત’ છે. (૨૩-૨૪)
-
ટિપ્પણ :– બ્રહ્મનિષ્ઠા માટેનાં ‘બહિરંગ’ ‘સાધન-સંપત્તિ માંના છ ગુણોમાંના બે ગુણો, - દમ' અને ‘ઉપરિત’-ને અહીં સમજાવવામાં આવ્યા છે.
શમ' એટલે મનની સ્થિરતા, મનોનિગ્રહ, મન પરનું નિયંત્રણ, તો ‘દમ’ એટલે બંને પ્રકારની ઇન્દ્રિયો પરનું વર્ચસ્વ. ઇન્દ્રિયોને પોત-પોતાના ‘વિષયો’ તરફ સતત ભમ્યા કરવાનો એક પ્રકૃતિગત સ્વભાવ છે. કાનને સાંભળવું ગમે (શ્રવણ, ‘શબ્દ'), આંખને જોવું ગમે (‘રૂપ’), જીભને ચાખવું-આસ્વાદવું ગમે (‘રસ’) - વગેરે, વગેરે. ઇન્દ્રિયોને આમ કરતી રોકી દેવી, તેમનો અવરોધ કરવો, તેમના તે તે ‘વિષયો’માંથી તેમને પાછી ખેંચી લેવી એટલું જ નહીં પણ, તેમને
આ રીતે ત્યાંથી પાછી વાળી લઈને (પાવૃત્ય), તેમને પોતપોતાનાં મૂળ ગોલકમાં પાછી ગોઠવી દેવી (સ્થાપન), - એટલે ‘દમ'. ‘શમ' શબ્દ જેમ મૂળ શમ્-શામ્ એ ધાતુ પરથી બન્યો છે, તેમ ‘દમ’ શબ્દ રમ્ (દમન કરવું, ‘દબાવવું') એ ધાતુ પરથી બનેલો છે.
દમ’માં ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લેવાની, Withdrawalની વાત ૮૪ | વિવેકચૂડામણિ