________________
તે, જેનાં પહેલાં ક્રિયા હોય તે; કર્મપૂર્વક, પૂર્વે કરેલાં કર્મનાં લીધે જ; ad-યઃ એટલે ફળની પ્રાપ્તિ, ફળનો આવિર્ભાવ, ફળનો ઉપભોગ. ફળની પ્રાપ્તિ, તેનાં પહેલાં કરવામાં આવેલાં કર્મને લીધે જ થાય છે. તો પછી, આ માટેનો નિયમ શો છે? – નિયિઃ (7ોય) ત્રવત્ (તિ) . ત્રવત્ એટલે ક્યાંય પણ; નિશ્ચિઃ એટલે કર્મ કર્યા વગર, કર્મ વિના. ફળની પ્રાપ્તિ કર્મો કર્યા વિના ક્યાંય હોતી નથી. (૪૪૭) અનુવાદ :
જયાં સુધી સુખ-વગેરેનો અનુભવ થાય છે, ત્યાં સુધી “પ્રારબ્ધ છે', એમ કહેવાય છે; કારણ કે ફળનો આવિર્ભાવ કર્મપૂર્વક જ થાય છે : કર્મ વિના ક્યાંય પણ (ફળનો આવિર્ભાવ) હોતો નથી. (૪૪૭) ટિપ્પણ:
ગયા શ્લોકથી શરૂ થયેલું પ્રારબ્ધનું નિરૂપણ હવે અહીં આગળ ચાલે છે. જન્મ-જન્માન્તરની જીવન-કારકિર્દીમાં મનુષ્યને જેનાં સુખ-દુઃખનાં સારા-માઠાં ફળ ભોગવવાં પડે છે, તે ત્રણેય પ્રકારનાં કર્મો - “ક્રિયમાણી, સંચિત’ અને પ્રારબ્ધની ગતિવિધિની વીગતો આપણે, ગયા શ્લોકનાં ટિપ્પણમાં, જોઈ ગયાં. એમાં પ્રારબ્ધીની સ્થિતિ એ રીતે જૂદી પડે છે કે અવિદ્યા-જન્ય અહંભાવનો નાશ થાય કે તરત જ “ક્રિયમાણ” અને “સંચિત” કર્મોના ફળમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય છે; પરંતુ પ્રારબ્ધ કર્મોના ફળમાંથી મુક્ત થવાનું તો, સાધક, “જીવન્મુક્ત'ની ઉચ્ચ સિદ્ધિએ પહોંચે ત્યાં સુધી, ચાલુ રહે છે.
તો પછી, પ્રારબ્ધની સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહે છે ? - જ્ઞાનીને પણ મૂંઝવતા આ સવાલનો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે અને આ જવાબ જેટલો ટૂંકો અને તાત્ત્વિક છે, એટલો જ અસંદિગ્ધ અને નિશ્ચયાત્મક છે : આ શ્લોકના “સુખાદિ-શબ્દના “આદિ-થી, દુઃખોનો પણ એ અનુભવમાં સમાવેશ થઈ જાય છે; એટલું જ નહીં પરંતુ આ શ્લોકમાંનો “સુખાદિ-અનુભવ', એ જ ગયા શ્લોકમાંનો “બાહ્યપ્રત્યય'-શબ્દ, અને આવા સુખદુઃખાત્મક ફલભોગને જ (+ાવનાત) શ્રુતિ બ્રહ્મનિષ્ઠનું “પ્રારબ્ધી કહે છે.
જ્ઞાનીને પણ સુખ-દુઃખ વગેરેનો અનુભવ થતો હોય, એટલે કે તે પણ આવાં ફળ ભોગવતો હોય, ત્યાં સુધી પ્રારબ્ધ છે; એટલું જ નહીં પણ તેના મૂળમાં એ જ “પ્રારબ્ધની સ્થિતિ છે, એમ માનવું-સ્વીકારવું-સમજવું રહ્યું. આવી પરિસ્થિતિનું તર્કસંગત(Logical) સમાધાન એ છે કે દરેક ફલભોગનાં મૂળમાં કોઈક કર્મ હોય
| વિવેકચૂડામણિ | ૮૮૩