________________
પહોંચેલો સાધક, પ્રારબ્ધને કારણે, જો જીવિત હોય તો પણ, તે “મુક્ત' થયેલો જ ગણાય અને તે જ “જીવન્મુક્ત” !
હકીકતમાં, આવી “પ્રજ્ઞા એ જ સાચું જ્ઞાન, આત્મજ્ઞાન, જ્ઞાનનો દિવ્ય પ્રકાશ (Divine Illumination) ! શ્લોકનો છંદઃ અનુરુપ (ત્રણ પંક્તિ અને છ પાદ) (૪૨૮)
૪૨૯ यस्य स्थिता भवेत् प्रज्ञा यस्यानन्दो निरन्तरः ।
प्रपंचो विस्मृतप्रायः स जीवन्मुक्त इष्यते ॥४२९॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યસ્ય સ્થિતા ભવેત્ પ્રજ્ઞા યસ્યાનન્દો નિરન્તરઃ |
પ્રપંચો વિસ્મૃતપ્રાયઃ સ જીવન્મુક્ત ઈષ્યતે I૪૨લા શ્લોકનો ગદ્ય અન્વય :
यस्य प्रज्ञा स्थिता भवेत्, यस्य आनन्दः निरन्तरः (भवेत्), यस्य प्रपंचः () વિસ્મૃતપ્રાય: (મત), : “નવમુp:” પુષ્યતે Iકરશે શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : : શીવનુ છુષ્યતે - તે “જીવન્મુક્ત” કહેવાય છે. તે” એટલે કોણ? - કે, આ પ્રકારની ત્રણ વિશિષ્ટતા ધરાવતો હોય : (૧) થી પ્રજ્ઞા સ્થિતા ભવેત્ ! – જેની પ્રજ્ઞા સ્થિર હોય; “સ્થિર’ એટલે બ્રહ્માકારે-વૃત્તિવાળી હોય : Steady, Firmly established. (૨) થી ગાનન્દ્રા નિરન્તર ભવેત્ | જેનો આનંદ નિરંતર હોય. “નિરંતર' એટલે, વચ્ચે કશા વિક્ષેપ-વિનાનો (Uninterrupted; Endless); અને (૩) યસ્થ પ્રપંવ: વિસ્મૃતપ્રાયઃ મવેત્ |
પ્રપંચ' એટલે જગત-પ્રપંચ, સંસાર, સંસારી જીવન, The phenomenal World; વિસ્મૃતપ્રાયઃ એટલે “લગભગ” (પ્રાય:) ભૂલાઈ ગયા જેવો, મહદંશે વીસરાયા જેવો. (૪૨૯) અનુવાદ :
જેની પ્રજ્ઞા સ્થિર હોય, જેનો આનંદ નિરંતર હોય અને જેને સંસાર ભૂલાયા જેવો બની જાય, તે, “જીવન્મુક્ત” કહેવાય છે. (૪ર૯)
૮૪૨ | વિવેકચૂડામણિ