________________
સમજાવતાં, એને એક એવી ‘વૃત્તિ’ કહી છે, જે સંપૂર્ણરીતે વિલ્પશૂન્ય અને માત્રચૈતન્યમય હોય; એટલું જ નહીં, પરંતુ બ્રહ્મ અને આત્મા(એટલે કે જીવાત્મા), બંનેનાં ઐક્યભાવને ગ્રહણ કરનારી પણ હોય.
·
હવે આ ઐક્યભાવ નિષ્પન્ન કેવી રીતે થાય ? એના પ૨ જ ઉપર્યુક્ત ‘વૃત્તિ' અને ‘પ્રજ્ઞા'ની યથાર્થતા રહેલી છે : આ ઐક્યભાવ-નિષ્પત્તિની પ્રક્રિયા બ્રહ્માત્મનો: શોષિતયો:, - એ બે શબ્દોમાં સમજાવવામાં આવી છે.
આમ તો, બ્રહ્મ અને જીવાત્માનાં ઐક્યની વાત, સૌપ્રથમ, વેદોનાં ‘મહાવાક્યો’માં કરવામાં આવી છે; પરંતુ તે બધાં વાક્યો, સૂત્રો જેવાં અર્થ-ધન હોવાથી, એમાંના વાચ્યાર્થની પાછળ રહેલો ઊંડો અર્થ, એટલ કે એનો ‘લક્ષ્યાર્થ’ પ્રાપ્ત કરવો પડે. આ પ્રક્રિયાને અહીં ‘સંશોધન’ કહેવામાં આવ્યું છે ઃ દાખલા તરીકે સામવેદનું મહાવાક્ય આ પ્રમાણે છે, - તત્ત્વમસિ । (તત્ ત્નું અસિ 1). આનો વાચ્યાર્થ તો માત્ર આટલો જ થાય : “તે તું છે.” આ અર્થ કોઈને પણ મગજમાં કઈ રીતે બેસે ? કેવી રીતે બુદ્ધિગમ્ય બની શકે ? “તે” એટલે વ્યાકરણની દૃષ્ટિએ, ‘ત્રીજો પુરુષ એકવચન’ (He, She, It) અને “તું” એટલે ‘બીજો પુરુષ એકવચન (Thou, You). “તે” એટલે તે જ અને “તું” એટલે તું જ. એ બંને એક કેવી રીતે હોઈ શકે ?
પરંતુ વેદને તો આ બંને(તત્ – “તે” અને ત્રં -“તું”)નું ઐક્ય જ અભિપ્રેત છે, એ તો એક “આર્ષ સત્ય” છે. આ મુશ્કેલીને કેવી રીતે દૂર કરવી ? - તત્ એટલે તે બ્રહ્મ, જે સર્વજ્ઞ-સર્વવ્યાપી-સર્વશક્તિમાન છે અને ત્યું એટલે “તું” જીવ(જીવાત્મા), જે અલ્પજ્ઞ-અલ્પવ્યાપી-અલ્પશક્તિમાન છે. એટલે બ્રહ્મ સાથે સંકળાયેલી સર્વજ્ઞ-વગેરે ઉપાધિ અને જીવાત્મા સાથે સંકળાયેલી અલ્પજ્ઞ-વગેરે ઉપાધિ,
એ બંને ઉપાધિઓને, અનુક્રમે, બ્રહ્મ અને જીવાત્માનાં સ્વરૂપમાંથી બાદ કરી નાખીએ એટલે, એ બંને વચ્ચેનો ભેદ દૂર થઈ જાય અને બંને એક’ જ બની રહે !
બસ, આ જ, બ્રહ્મ અને જીવાત્માનાં સ્વરૂપનું ‘સંશોધન’ ! - જેની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે; અને સંશોધિત કરવામાં આવેલાં બ્રહ્મ અને આત્મા'નાં ઐક્યને ગ્રહણ કરવાવાળી (માવ-અવાહિની) જે “વૃત્તિ”, તે જ “પ્રજ્ઞા”; અને આ “પ્રજ્ઞા” જેનામાં સદાકાળ અને સમ્યક્ રીતે સ્થિત હોય, તે જ “જીવન્મુક્ત” !
ટૂંકમાં, બુદ્ધિ જો સંપૂર્ણતયા વિશુદ્ધ અને નિર્મળ હોય તો, મનુષ્ય પોતાના પ્રત્યક્-આત્માનું બ્રહ્મનાં સ્વરૂપમાં ગ્રહણ કરી શકે અને આવી ચિન્મય સ્થિતિએ
વિવેકચૂડામણિ | ૮૪૧