________________
ટિપ્પણ:
આ પહેલાંના ત્રણ શ્લોકો(૪૨૬-૪૨૭-૪૨૮)માં, “જીવન્મુક્ત”વર્ણન માટેની પૂર્વભૂમિકા રચ્યા પછી, હવે પછીના, આ વર્ણનના બાકીના શ્લોકોમાં, આવા મહાપુરુષનાં લક્ષણોનાં નિરૂપણમાં, એની સવિસ્તર વિચારણા આપવામાં આવી છે.
અહીં, “જીવન્મુક્ત”નાં વ્યક્તિત્વની ત્રણ વિશિષ્ટતા આપવામાં આવી છે : એક તો, એની “પ્રજ્ઞા” સંપૂર્ણરીતે સ્થિર હોય છે; બીજું, એનો આનંદ, ઉદય-અસ્ત વિનાનો, અવિરત-અનવરત હોય છે અને ત્રીજું, સંસારમાં જ રહેતો હોવા છતાં, એને, મોટે ભાગે, “સંસાર” (Worldly life) જેવું કશું હોતું જ નથી. આમ, એકંદરે જોતાં, સૂત્ર-જેવા શ્લોક-૪ર૭માંની આ બે વિશિષ્ટતાઓ પર સંક્ષિપ્ત ભાષ્ય કરવામાં આવ્યું છે :
યઃ સનન્દ અનુને ! અને ત્રણ પુત્ર વિત્નીનાત્મા ! તેણે પોતાનું સર્વસ્વ બ્રહ્મમાં જ વિલીન કરી નાખ્યું હોવાથી, હવે, તે જે કંઈ જુએ છે, અનુભવે છે, તેને જે કંઈ જણાય છે, તે સઘળું, તેનું પોતાનું સ્વરૂપ જ હોય છે. વળી, “જીવન્મુક્ત”શબ્દને તેના વ્યુત્પત્તિ-ગત (Etymological) અર્થમાં સમજીએ તો, તેની આ મુક્તિ, એટલે કે જીવ-તત્ત્વમાંથી મુક્તિ, જીવનનાં છેક નીચલાં (મધ) તબક્કામાંથી, ઠેઠ ઉચ્ચ (Highest) તબક્કા સુધીની મુક્તિ. સ્થળસમયની કોઈ મર્યાદા તેના માટે હવે રહેતી નથી. એની અનુભૂતિ હવે સાચા અર્થમાં ‘સહજ બની રહે છે. એનો બ્રહ્મ-આનંદ એકધારો અને અવિક્ષિપ્ત હોય છે, એનો અર્થ જ એ કે જગત-પ્રપંચનું કોઈ પણ પાસું (Aspect) એને જરા પણ સ્પર્શતું જ નથી, એની પળોજણ અને એનાં આધિ-વ્યાધિ વગેરેનું કશું સ્મરણ પણ એને હવે સતાવતું નથી. વિસ્મૃતપ્રાય: – એ શબ્દને અંતે જોડવામાં આવેલો “અનુગ'- (Suffix) પ્રાય, આપણને ગીતાની આ પંક્તિનું સ્મરણ કરાવે છે :
૩પત્તિ તે જ્ઞાન જ્ઞાનિના તશિનઃ . (૪, ૩૪) શિષ્યનાં સદ્ભાગ્યે, સમાધિમાંથી બહાર આવેલા જ્ઞાની અને તત્ત્વદર્શ સદ્ગુરુ, શિષ્યને ઉપદેશ આપે છે ત્યારે જ, ક્યારેક જ, સંસારનાં અસ્તિત્વ વિશે તે સભાન બને છે ! સંસારનું તેનું વિસ્મરણ આવું લગભગ (પ્રાય:) સંપૂર્ણ હોય છે.
શ્લોકનું પ્રથમ પાદ - યસ્થ થતા ભવેત્ પ્રજ્ઞા | - આપણને ગીતામાંનાં આ શ્લોક-પાદની યાદી આપે છે : તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતી . (૨, ૫૭-૫૮-૬૧-૬૮)
શ્લોકનો છંદ : અનુરુપ (૪ર૯)
વિવેકચૂડામણિ | ૮૪૩