________________
લીન થઈ ગયેલી વૃત્તિની ફરીથી ઉત્પત્તિ ન થાય, તે ઉપરતિની અંતિમ સીમા છે. (રપ) ટિપ્પણ:
વૈરાગ્ય, બોધ (એટલે કે જ્ઞાન, આત્મજ્ઞાન) અને ઉપરતિ, - એ ત્રણ શબ્દો, આ પહેલાં પણ, આપણાં આ અધ્યયનમાં આવી ગયા છે અને તેમની પૂરી સમજૂતી પણ અપાઈ ગઈ છે. પરંતુ સાધક એ કોઈ સામાન્ય કક્ષાનો મનુષ્ય નથી, એની જીવન-કારકિર્દીનું ધ્યેય અતિ ઊંચું છે : પરમાત્માનો સાક્ષાત્કાર કરીને મોક્ષ મેળવવાનું. એટલે વૈરાગ્ય, જ્ઞાન અને ઉપરતિ, - એ ત્રણની બાબતમાં, એની સિદ્ધિ સામાન્ય કક્ષાની હોય, એ પર્યાપ્ત નથી, તેણે તો એ ત્રણેયની સિદ્ધિનાં સર્વોત્કૃષ્ટ શિખરે પહોંચવું, એ તેના માટે અનિવાર્ય (Indispensable) બની રહે. આવી પરાકાષ્ઠાએ પહોંચવું એટલે શું ? એ માટે, તેની પાસેથી શી અને કઈ અપેક્ષા રાખવામાં આવે છે, તેનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે.
વૈરાગ્યની પરાકાષ્ઠા ભોગ્ય પદાર્થો હાજર હોય ત્યારે, સામાન્ય રીતે, મનુષ્યનાં સમગ્ર વ્યક્તિત્વમાં, એના ભોગ માટેની વાસનાઓ સળવળવા માંડે ! આંખ-કાનજીભ વગેરે જ્ઞાનેન્દ્રિયો અને શબ્દ-સ્પર્શ-રૂપ વગેરે તન્માત્રાઓના તત્કાળ ઉદયની આ હકીકત ભલે માનવ-સહજ ગણાતી હોય, પણ મોક્ષાર્થી સાધકને તો આવો વાસના-ઉદય” પોસાય જ નહીં : આવી કટોકટીની પરિસ્થિતિ દરમિયાન પણ, એનાં ચિત્તમાં કશી જ વિકતિ ન થાય અને પોતાની માનસિક સ્વસ્થતા-સ્થિરતાને પૂરેપૂરી જાળવી શકે, તો અને ત્યારે જ, તે, વૈરાગ્યની પરાકાષ્ઠાને (૫ મવધિ:) પામ્યો ગણાય.
આનાં ઉદાહરણ તરીકે, એક સુપ્રસિદ્ધ પ્રસંગ, યાદ આવી જાય છે : દક્ષ-યજ્ઞપ્રસંગે, પોતાનાં ભૂતપૂર્વ ધર્મપત્ની સતીનાં અવસાન પછી, ભગવાન શિવે, સંપૂર્ણ વૈરાગ્ય-સંન્યાસપૂર્વક, હિમાલયનાં એક શિખર પર આસનસ્થ બનીને, બ્રહ્મની ઉપાસના શરૂ કરી. આ તરફ, સતી, હિમાલય-મેનાને ત્યાં પુત્રી પાર્વતી તરીકે જન્મ્યાં અને યુવાન” થતાં, પોતાના એ જ ભૂતપૂર્વ પતિ શિવજીને આ જન્મ પણ પતિ તરીકે પામવા માટે, તેમણે તેમનાં પૂજન-અર્ચન કરવાનો નિર્ણય કર્યો. પિતા હિમાલયે, આ માટે, તપોમગ્ન ભગવાન શંકરની અનુમતિ માગી. સ્વર્ગીય સૌન્દર્ય ધરાવતાં અને આકર્ષક વસ્ત્રાલંકારોથી સજ્જ એવાં ભરયુવાનીવાળાં પાર્વતી પોતાની રોજ સેવાપૂજા કરે તો, પોતાની બ્રહ્મ-ઉપાસનામાં અવશ્ય વિઘ્નરૂપ નીવડે, એ હકીકતનો શિવજીને પૂરો ખ્યાલ હતો અને છતાં પોતાનાં સંયમ તથા જિતેન્દિયત્વમાં, ટૂંકમાં, પોતાનાં વૈરાગ્યમાં, એમને સંપૂર્ણ શ્રદ્ધા હતી, એટલે એમણે, હિમાલયની આ વિનંતી, ફર્મા-પ૩
વિવેકચૂડામણિ | ૮૩૩