________________
આ જ છે. કયો યોગી ? નીવન્મુહસ્ય ।
જીવન્મુક્ત એવો યોગી. વળી, તે યોગી કેવો છે ? સંસિદ્ધસ્ય । - સંપૂર્ણ સિદ્ધિ પામેલો. એનું ફળ શું હોય છે ? સવામનન્ત-સ-માસ્વાનમ્ । સદા, આનંદ-રસનો આસ્વાદ; આવો આસ્વાદ તેને
પોતાનાં આત્મામાં, બહાર અને
-
ક્યાં મળે છે ? આત્મનિ, હિ: અન્ત: (F). I
-
અંદર, સર્વત્ર. (૪૧૯)
અનુવાદ :
પોતાના આત્મામાં, અંદર અને બહાર (સર્વત્ર), સદા આનંદરસનો આસ્વાદ, આ જ, સંપૂર્ણ સિદ્ધિ પામેલા જીવન્મુક્ત યોગીનું ફળ છે. (૪૧૯)
-
ટિપ્પણ :
‘આદર્શ મનુષ્ય’ (An Ideal Man) માટે, ગીતામાં, ‘કર્મયોગી’, ‘જ્ઞાની', ‘ભક્ત’, ‘સ્થિતપ્રજ્ઞ’, ‘ત્રિગુણાતીત’, - એવા થોડા શબ્દો મળે છે. એ જ રીતે, આ ગ્રંથમાં પણ, ‘મહાત્મા’, ‘જીવન્મુક્ત’, ‘તત્ત્વવિત્', એવા શબ્દો, ‘આદર્શ મનુષ્ય' માટે, આ પહેલાં, પ્રયોજાયા જ છે.
આ શ્લોકમાં, આત્મજ્ઞાનનું, વિશિષ્ટ ફળ મેળવનાર મનુષ્ય માટે, જે ત્રણ શબ્દો પ્રયોજાયા છે, - ‘યોગી’, ‘જીવન્મુક્ત’ અને ‘સંસિદ્ધ', - એ ત્રણેય, તે-તે વ્યક્તિવિશેષોની લાક્ષિણક જીવનસિદ્ધિની દૃષ્ટિએ, તેમ જ શ્લોકના તાત્પર્યાર્થના સંદર્ભમાં પણ, સંપૂર્ણરીતે, સાર્થક છે : (૧) ‘યોગી’ તે છે, જેણે પતંજલિ-નિરૂપિત ‘યોગસૂત્ર’માંના ‘યોગ’ના વ્યુત્પત્તિગત (Etymological) અર્થ અનુસાર, પોતાની જીવન-કારકિર્દીને પરિપૂર્ણ કરી હોય; પોતાની ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ કરીને, જેણે પોતાના આત્માનું જોડાણ' (યોગ : Contact, Connection, Relationship) પરમાત્મા સાથે સિદ્ધ કરી લીધું હોય. અખંડ-આનંદ-સ્વરૂપ એવું બ્રહ્મ, તે ‘હું જ છું' (સ્વ-સ્વરૂપત:), એવી રીતે જેણે આત્મજ્ઞાનની અનુભૂતિ કરી છે, તે ‘જ્ઞાનયોગી’ એટલે, આ શ્લોકમાંનો યોગી’. (૨) નીવન્મુત્ત એટલે મૃત્યુ પહેલાં, જીવતે-જીવત, જેણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે એવો, વિશિષ્ટ અને વિરલ મુક્તાત્મા. આ પહેલાં, થોડા શ્લોકોમાં, એનું લક્ષણ નિરૂપવામાં આવ્યું છે અને ગ્રંથના અંતભાગમાં, એનું સવિસ્તર વર્ણન મળવાનું છે, એવો એક આત્મસાક્ષાત્કાર-સંપન્ન મનુષ્ય (A perfect man of Realisation). આ ‘જીવન્મુક્ત’ અને ગીતાના ‘સ્થિતપ્રજ્ઞ’ વચ્ચે ઘણું સામ્ય છે; અને (૩) ‘સંસિદ્ધ' એટલે જેણે આત્મજ્ઞાનની અને બ્રહ્માનુભૂતિની સંપૂર્ણ અને સર્વોચ્ચ સિદ્ધિ સંપાદન કરી લીધી છે, એવો એક અનન્યસાધારણ મોક્ષ-ઉપાસક.
વિવેકચૂડામણિ | ૮૧૯