________________
પરમાત્મા કેવો છે ? - સતત-વિત્તિ-વોંધ-આનન્તપ | નિરંતર નિર્મળ જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ; એ જ્ઞાન જેટલું વિશુદ્ધ છે, એટલો જ એ આનંદ પણ પવિત્ર, પાવનકારી અને સાત્વિક છે. આટલી સિદ્ધિ મેળવ્યા પછી શું કરવાનું છે? - હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવ્યા પ્રમાણે :
(૨) મથ પુન: ૬ કપ પપ: હાતિપક્વાર્થ:) ન મર્યતામ્ ! અને પછી (ગથ) તે દેહાદિ-પદાર્થને કદી પણ ફરી યાદ ન કરજે. આ પહેલાંનાં વાક્યમાં પેલો સુદ્દો-શબ્દ આ હેતુથી જ પ્રયોજાયો હતો : તેનો સંપૂર્ણ અને તિરસ્કારપૂર્વક ત્યાગ કરવાનું એટલા માટે સૂચવવામાં આવ્યું હતું કે તેનું ફરીથી કદી સ્મરણ જ ન થાય ! તેનાં સ્મરણનો આવો સખત નિષેધ શા માટે સૂચવાયો છે? તેનું કારણ હવે પછીનાં વાક્યમાં આપવામાં આવ્યું છે :
(૩) વાસ્ત-વસ્તુ, મરણ-વિષયમૂd, કુત્સતાય જ્યતે | વન્ત એટલે વમન (Vomit) કરવામાં આવેલું; જેની ઊલટી થઈ હોય તે; ઓકી કાઢવામાં આવેલું; ત્યા એટલે જુગુપ્સાભાવ, ધૃણા થવી, ચીતરી ચઢવી. આ પહેલાંનાં વાક્યમાં જેનાં સ્મરણનો નિષેધ સૂચવવામાં આવ્યો હતો તે, જો ફરી યાદ આવે (મરવિષયમૂત) તો, યાદ કરનારને તેના માટે મનમાં આવો ઘુણાભાવ જન્મ (Q). (૪૧૫). અનુવાદ : - નિરંતર નિર્મળ જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ એવા પરમાત્માને પામીને, આ જડ અને મલિન ઉપાધિને (દહાદિને) તું દૂરથી જ ત્યજી દે; અને પછી ફરી તેનું કદાપિ સ્મરણ કરીશ નહીં; (કારણ કે) ઓકી કાઢેલી વસ્તુ જો ફરી યાદ આવે તો, તે જુગુપ્સા પેદા કરે છે. (૧૫) ટિપ્પણ : ૫
પેલા આદર્શ-રૂપ (Ideal) અને વિરલ (Rare) “મહાત્મા'ના, સ્થૂલ શરીર પ્રત્યેના અભિગમને ટાંકીને, આ પહેલાંના શ્લોકમાં, મનુષ્ય-શરીરને, તેના પોતાના પડછાયા જેવું, માત્ર આભાસરૂપે જ દેખાતું અને શબ જેવું તો, આચાર્યશ્રીએ, વર્ણવ્યું જ હતું. હવે, અહીં તો, એથી પણ એક ડગલું આગળ જઈને, તેના સંપૂર્ણ અને સદંતર ત્યાગનો તેમણે, સાધકને, સીધો આદેશ (Direct Order) જ આપી દીધો છે ! (સુદ્દો ત્યા ).
પરંતુ આવા આદેશનું અનુપાલન કરવાનું, સાધક માટે, ત્યારે જ શક્ય બને, જ્યારે તે સતત-જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ એવા પરમાત્મા સાથે એકાકાર બની
વિવેકચૂડામણિ | ૮૧૧