________________
ગયો હોય (સત્ય). એક આવૃત્તિ પ્રમાણે, આ સત્ય-ને બદલે, સ્વમેત્ય (d પ્રત્ય) એવો પાઠાન્તર પણ છે, જે, પરમાત્માને પામવાના ભાવને સવિશેષ ઘૂંટે છે. પરમાત્માને પોતાના જ આત્મા તરીકે પામીને (સ્વં, પ્રતા પ્રાપ્ય ). પાઠ (Reading) ગમે તે હોય, જડ અને મળરૂપ ઉપાધિના સંપૂર્ણ ત્યાગની આ એક અનિવય પૂર્વભૂમિકા છે (શ્લોકની બીજી પંક્તિ); અને વ્યાકરણની દષ્ટિએ, સમેત્ય કે સ્વમેત્ય(સંબંધક ભૂતકૃદંતનું રૂપ) પણ, એવું જ સૂચવે છે કે સૌપ્રથમ પરમાત્માને પામવાના છે, અને પછી જ દેહાદિ ઉપાધિઓને ત્યજવાની છે અને આમેય, સાધકને ત્યાગની પાત્રતા અને શક્તિ તો જ લાધે !
અને છતાં, મનુષ્ય ક્યારેક માનવસહજ નિર્બળતાનો ભોગ બની જાય ! એટલે, આચાર્યશ્રીએ, અહીં, આ પ્રકારનાં અનિષ્ટની શક્યતાનાં નિવારણ માટે, બે ઉપાયો, આ પ્રમાણે સૂચવ્યા છેઃ (૧) પેલો “ત્યાગ એવો જડબેસલાક હોવો જોઈએ (સુદ્દો ત્યા ) કે ફરી એનું કદી સ્મરણ જ ન થાય; અને (ર) એનું સ્મરણ જ ન થાય તે હેતુને અનુલક્ષીને, આચાર્યશ્રીએ, દેહાદિને ઓકી કાઢવામાં આવેલી વસ્તુ (વાત-વ) સાથે સરખાવી છે ! કેવી જુગુપ્સા (Disgust) ! અને કેવી ધૃણા (Revulsion) ! આવા ગંદા-ગંધાતા પદાર્થને જોવાનું કોને ગમે ? ઉત્તરની કશી આવશ્યકતા જ નથી રહેતી.
આચાર્યશ્રી એક સમર્થ તત્ત્વચિંતક અને એવા જ એક પ્રતિભાવાન કવિ તો છે જ, પરંતુ આ શ્લોકમાં તો તેઓશ્રી એક પીઢ માનસશાસ્ત્રી (Psychologist) અને તર્કશાસ્ત્રી (Logician) તરીકે પણ ઉપસી આવે છે.
દેહાદિની નિન્દા અહીં તેમણે “વાસ્તવતુ - શબ્દ પ્રયોજીને કરી છે તે, આપણને એમનાં ‘અપરોક્ષાનુભૂતિ-સ્તોત્રમાંના શાવિષ્ટ - શબ્દનું સ્મરણ કરાવે છે : ભોગના વિષયો એટલે તો “કાગડાની વિષ્ઠા', એનું “ચરક!”
• શ્લોકનો છંદ : માલિની (૪૧૫)
૪૧૬ समूलमेतत् परिदह्य वह्नौ
सदात्मनि ब्रह्मणि निर्विकल्पे । ततः स्वयं नित्यविशुद्धबोधा
-नन्दात्मना तिष्ठति विद्वरिष्ठः ॥४१६॥
૮૧૨ | વિવેકચૂડામણિ