________________
આવેલું; ફેંકી દેવામાં આવેલું. કોની જેમ ? શવવત્ ! - શબની જેમ, મડદાંની . માફક. (૪૧૪). અનુવાદ :
મનુષ્યના પડછાયાની જેમ, માત્ર આભાસનાં રૂપમાં દેખાતાં આ શરીરને, (પ્રારબ્ધ કર્મોનાં) ફળનો અનુભવ પૂરો થયા પછી, મહાત્મા, ફરીથી ધારણ કરતો નથી. (૪૧૪) ટિપ્પણ:
પુનર્જન્મનાં નિવારણની ચર્ચા ચાલી રહી છે, એ અનુસંધાનમાં, આચાર્યશ્રી, અહીં, મનુષ્યનાં આ પૂલ શરીર પ્રત્યેના એક એવા વિરલ મહાપુરુષના અભિગમનો દાખલો ટાંકે છે, જે, સાચા-સંનિષ્ઠ મોક્ષાર્થી સાધક માટે, એક અનુકરણીય આદર્શ બની શકે છે.
આ માણસ સાચા અર્થમાં, - અક્ષરશઃ અને અર્થતઃ - ‘મહાત્મા’ છે, જેણે, બહિરંગ-સાધન “ચતુષ્ટય અને અંતરંગ-સાધન ત્રિતયરનો પ્રભાવ સંપૂર્ણ રીતે ઝીલીને, બ્રહ્મભાવનો સાક્ષાત્કાર કર્યો છે અને જેથી તે સાચો આત્મજ્ઞાની (A man of realisation) બની રહ્યો છે. પંચમહાભૂતનાં બનેલાં પોતાના સ્થૂલ શરીર વિશેની એની વિભાવના (Concept), એનાં અંતઃકરણનાં બ્રહ્મભવનનું જ પરિણામ છે : શરીર એને પોતાના પડછાયા જેવું પુસ: છાયા રૂવ, માત્ર આભાસરૂપે જ, દેખાય છે (મામાસરૂપે પરિશ્યમન). પડછાયો શરીરનો જ છે અને શરીર વિના પડછાયો શક્ય જ ન બન્યો હોત, તે હકીક્ત બરાબર સમજે છે અને સ્વીકારે છે; પરંતુ પડછાયો એ શરીર નથી, અને વાસ્તવિક દૃષ્ટિએ પડછાયાને એનું પોતાનું કોઈ સાચું (real) અને સ્વતંત્ર Independent અસ્તિત્વ (Existence) જ નથી; એ આભાસનાં રૂપમાં માત્ર “ભાસે છે, દેખાય જ છે, એ સત્યની પણ એને પૂરી પ્રતીતિ છે. તેથી તે પોતાનાં પ્રારબ્ધ કર્મોનાં ફળના અનુભવ-ઉપભોગ પૂરા થવાની જ રાહ જુએ છે (નાનકૃત્યા). બસ, પછી તો, પોતાના શરીર અને શબ વચ્ચે એને કશો તફાવત જ નથી જણાતો ! અને શબને તો સંપૂર્ણતયા નિરસ્ત જ કરવાનું હોય ! અને શબની જેમ શરીરને નિરસ્ત કરી નાખ્યા પછી (શવવત્ આરત્ નિરd), એને ફરી વાર ધારણ કરવાનો તો કશો અર્થ જ રહેતો નથી ! (પુન: 7 સભ્ય )
અંગ્રેજીમાં જેને Metal attitude કહે છે એવા, શરીર પ્રત્યેના આવા ઉપેક્ષાત્મક અભિગમનાં પરિણામે, જન્મ-મૃત્યુના ચક્રમાંથી તે, સ્વયમેવ, મુક્ત બની જાય છે ! અને આથી જ શાસ્ત્રો અને સંતો આવા કૃતકૃત્ય સાધકનું સન્માન કરે છે, “મહાત્મા”નાં
| વિવેકચૂડામણિ | ૮૦૯