________________
નહીં. (૪૧૩) અનુવાદ :
સર્વ ઉપાધિઓથી વિમુક્ત, સચ્ચિદાનંદ-સ્વરૂપ અને અદ્વિતીય એવા આત્માનું ભાવન તારા પોતાનાં અંતઃકરણમાં જ કર, જેથી આ (સંસારના) માર્ગમાં તારે ફરી વાર આવવાનું થાય નહીં. (૪૧૩)
ટિપ્પણ :
મૃત્યુ પછી પુનર્જન્મ ન મળે, જન્મ-મરણનાં સતત ચાલી રહેલાં ચક્રમાં ફરી વાર ફસાવાનું ન રહે, એ જ મોક્ષ; અને મુમુક્ષુ સાધકનું એ જ એકમાત્ર જીવનધ્યેય હોય છે; એટલે આ ધ્યેયને પરિપૂર્ણ કરવાનો ઉપાય તેને સૂચવવામાં આવે તે તો એનું પરમ સદ્ભાગ્ય !
આચાર્યશ્રી, શિષ્યને, આવી સદ્ભાગ્ય-પ્રાપ્તિનો ઉપાય, એક સીધી આજ્ઞાનાં રૂપમાં સૂચવે છે : પહેલી વાત તો એ કે તેણે પરમાત્માનું ભાવન, પોતાની અંદર જ રહેલા આત્મામાં, પોતાનાં જ અંતઃકરણમાં કરવાનું રહે. આ ‘ભાવન' એટલે જ ધ્યાન' (Meditation). આવું ધ્યાન કરવા માટે તેણે ક્યાંય બહાર કે દૂર જવાની જરૂર જ નથી; કારણ કે તે તો તેની અંદર જ છે, ભીતર જ છે, ઉપનિષદના ઋષિએ આથી જ સાધકને યાદ આપીને પૂછ્યું હતું કે, - “તે આત્મા તો તારી અંદર જ છે, તેને તું કેમ જોતો નથી ?”
अत्र वाव किल सत् सौम्य न निभालयसे ।
વળી, એ આત્મા તો, સચ્ચિદાનંદ-સ્વરૂપ અને અદ્વિતીય હોવા ઉપરાંત, સર્વ ઉપાધિઓ-વાસનાઓ અને સ્થૂલ-સૂક્ષ્મ-કારણ એવાં ત્રણેય શરીર-સ્વરૂપોથી પણ સંપૂર્ણરીતે મુક્ત છે, એવાં કોઈ ભૌતિક વળગણો(Obsessions)થી પણ તે પર છે, એનાથી પૂરેપૂરો રહિત છે. આવા પરમાત્માનું તારા પોતાના આત્મામાં ભાવનરટણ-મનન, - એટલે કે ઊંડું ધ્યાન ધર, એના-મય બની જા !
બસ, આ જ એકમાત્ર ઉપાય છે, - પુનત્તિ નનનં, પુનરપિ મમ્ । એવાં પુનરપિ પુનઃ સંસાર-આવર્તનોનાં ચક્રમાંથી છૂટવાનો !
છાન્દોગ્ય-ઉપનિષદમાં, આથી જ, આવી હૈયા-ધારણ આપવામાં આવી છે કે “આવો સાધક સંસારમાં ફરી પાછો આવતો નથી” :
न स पुनः आवर्तते ।
અને ગીતામાં પણ `આનું જ સમર્થન કરવામાં આવ્યું છે : માં પેત્વ તુ જૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે । (૮, ૧૬)
વિવેકચૂડામણિ | ૮૦૭
-