________________
વિશેષણો તરીકે, એની વિશેષતા દર્શાવે છે. (૪૦૯). શબ્દાર્થ :
સમાધી એટલે સમાધિ-અવસ્થામાં; હૃતિ એટલે પોતાનાં અંતઃકરણમાં; યતિ એટલે અનુભવે છે, અનુભવ કરે છે : વિદ્વાન મનુષ્ય, સમાધિ-અવસ્થા દરમિયાન, પોતાનાં અંતઃકરણમાં પૂર્ણ બ્રહ્મનો અનુભવ કરે છે.
આ “બ્રહ્મ' કેવું છે? શ્લોકમાંનાં સર્વ વિશેષણો તેનાં સ્વરૂપની વિશેષતા આ પ્રમાણે નિરૂપે છે :
સતતલોધમ્ | જ્ઞાનસ્વરૂપ, શાશ્વત જ્ઞાનરૂપ; અને મિપિ એટલે અવર્ણનીય, અનિર્વચનીય, અદ્ભુત, શબ્દાતીત, અલૌકિક, - શાશ્વત, અનંત એવાં જ્ઞાનનું મૂર્ત
સ્વરૂપ.
વર્ત-આનન્તપન્ ! કેવળ આનંદરૂપ, - Complete Bliss, સર્વ પ્રકારનાં શોક-દુઃખ-ઉપાધિથી રહિત, પરમ-પુરુષાર્થ-રૂપ.
નિરુપમન્ ! - ઉપમારહિત, અનુપમ, અદ્વિતીય, અજોડ, જેના વિશે શ્રુતિ કહે છે કે ન તય પ્રતિમા મતિ !
તિવેતમ્ વેલા એટલે કાળ; કાળથી પર; કાલાતીત.
નિત્યમુન્ ! સદા-મુક્ત; સર્વ પ્રકારનાં બંધનોથી હંમેશ રહિત : Everfree.
નિરીરમ્ ! હા એટલે ઇચ્છા અથવા ક્રિયા; નિસ્પૃહ, ઇચ્છારહિત; નિષ્ક્રિય; શારીરિક-માનસિક-બૌદ્ધિક વગેરે સર્વ ક્રિયાઓ વિનાનું. .
નિરવધ નામ | આકાશની જેમ સીમા વિનાનું, અસીમ, નિસીમ, દેશકાળ-વસ્તુ વગેરે સર્વ મર્યાદાઓ વગરનું (Limitless).
નિતમ્ ! તા એટલે ભાગ, વિભાગ, કશા પણ વિભાગોથી, અવયવોથી પર; નિરવયવ.
નિર્વિવત્પન્ કશા પણ મિથ્યા વિકલ્પો-વિશેષો-વિચારો વગરનું, નિર્વિશેષ.
પૂન | પરિપૂર્ણ, અપરોક્ષ - Full, Complete, Plenary. (૪૦૯) અનુવાદ :
વિદ્વાન મનુષ્ય, સમાધિ-અવસ્થામાં, પોતાનાં અંતઃકરણમાં, પરિપૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરે છે, જે (બ્રહ્મ), કોઈક અવર્ણનીય અને નિત્યજ્ઞાનસ્વરૂપ છે, કેવળ-આનંદસ્વરૂપ છે, અનુપમ છે, કાલાતીત છે, સદા-મુક્ત છે, નિષ્ક્રિય(અથવા નિઃસ્પૃહ) છે, આકાશની જેમ અસીમ છે, નિરવયવ છે અને નિર્વિકલ્પ છે. (૪૦૯)
૭૯૮ | વિવેકચૂડામણિ