________________
થઈ જશે, વિચારો-વિકલ્પો-વિક્ષેપો વગેરે વિનાશક સામગ્રી સર્જવાનો એનો મૂળ સ્વભાવ જ બદલાઈ જશે ! ચિત્તનું આવું સ્થળાંતર (Transfer) એટલે જ એનું સ્વરૂપાન્તર, સ્વભાવાન્તર ! અને આ જ “ચિત્તનું ન હોવું તે”, - ચિત્તનો અભાવ ! આચાર્યશ્રીના પરમગુરુ પૂજ્ય શ્રીગૌડપાદાચાર્યો, માંડૂક્ય-ઉપનિષદ પરની પોતાની કારિકામાં જે “અ-મનીભવન'(મનને “અ-મન' કરી દેવું)ની વાત કરી છે (૩, ૩૧), તે જ અહીંનો આ “ચિત્તાભાવ' !
બહાર ભટકતાં ચિત્તને એક વાર પરમાત્મામાં સ્થિર કરી દેવામાં આવે, પછી એનું સઘળું લોલ-વિલોલપણું (Vagaries) અને એનો સંપૂર્ણ ઉન્માદ (Madness) નષ્ટ જ થઈ જાય !
અને એનાં પરિણામે જે પરમોચ્ચ પરિસ્થિતિ સર્જાય, તે જ માનવ માટેનું પરમ માંગલ્ય-કેવલ્ય, તે જ નિશ્રેયસ (Beatitude) !
આ માટે, અનિવાર્ય છે, - “બહિર્મુખ' (Extrovert) ચિત્તને “અંતર્મુખ (Introvert) કરી દેવાનું ! પછી કશી ઝંઝટ જ ન રહે !
શ્લોકનો છંદ : અનુષુપ (૪૦૮)
-
૪૦૯
किमपि सततबोधं केवलानन्दरूपं
निरुपममतिवेलं नित्यमुक्तं निरीहम् । निरवधि गगनाभं निष्कलं निर्विकल्पं
___ हृदि कलयति विद्वान् ब्रह्म पूर्ण समाधौ ॥४०९॥ શ્લોકનો ગુજરાતી પાઠ ,
કિમપિ સતતબોધ કેવલાનન્દરૂપ - નિરુપમતિવેલ નિત્યમુક્ત નિરીહમ્ |
નિરવધિ ગગનાભે નિષ્કલ નિર્વિકલ્પ . હદિ કલયતિ વિદ્વાન્ બ્રહ્મ પૂર્ણ સમાધી ૪૦ શ્લોકનો ગદ્ય અન્વય :
આમ તો, શ્લોકમાં, શ્લોક પ્રમાણે જ અન્વય, - એટલે કે “દંડાન્વય' છે. માત્ર છેલ્લી પંક્તિને આ રીતે, નવેસરથી અન્વિત કરવાની રહે છે : વિદાન પૂર્ણ બ્રહ્મ સમાપ રિ વનયતિ | અને શ્લોકમાંના બાકીના બધા જ શબ્દો બ્રહ્મનાં
વિવેકચૂડામણિ | ૭૯૭