________________
विकल्पः न दृश्यते; ततः प्रजल्पमात्रः परिशिष्यते ॥३९९॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : અર્થ શત્ વિજ્યા ને તૃશ્યતે વિત્વ એટલે સંસારરૂપી, સંસાર જેવો, વિકલ્પ; સંસારરૂપ આવો કોઈ વિકલ્પ દેખાતો નથી, જોવામાં આવતો નથી. ક્યારે? – નિર્વિજત્વે પત્મિનિ વૃક્ષણ સતિ, વિત્તવૃત્તી સહિતાયામ્ ! આ આખી વાક્યરચના સમય-દર્શાવતી “સતિ-સપ્તમી છે. ચિત્તની એટલે કે અંતઃકરણની વૃત્તિ સમાહિત, એટલે કે સમાધિસ્થ, સ્વસ્થ અને સ્થિર થઈ જાય ત્યારે. ક્યાં સમાહિત’ થઈ જાય ત્યારે ? - (તમિન) બ્રહ્મળિ સતિ | સતિ એટલે તે સત્માં, સત્યમાં; બ્રહ્મરૂપી-બ્રહ્મસ્વરૂપ સત્યમાં. કેવું છે આ બ્રહ્મરૂપી સત્ય ? – નિવિજે પરાત્મન ! – “પરાત્મા' એટલે પરમાત્મા; નિર્વિકલ્પ અને પરમાત્મા એવા બ્રહ્મરૂપી સત્યમાં.
તો પછી, ત્યારપછી (તત:) શું બને છે? - પ્રનત્પમાત્ર: શિષ્યતે | પ્રગ7 એટલે મિથ્યા પ્રજ્ઞાવાદ, બકવાસ-બકવાદ, પ્રલપન, વાણીવિલાસ, બડબડાટ; અશિષ્યતે એટલે અવશેષ રહે છે; શેષ તરીકે બાકી રહે છે. (૩૯૯). અનુવાદ :
નિર્વિકલ્પ પરમાત્મા એવા બ્રહ્મરૂપી સત્યમાં ચિત્તવૃત્તિ સ્થિર થાય ત્યારે, આ સંસારરૂપી કોઈ પણ વિકલ્પ જોવામાં આવતો નથી : પછી તો, માત્ર બકવાસે જ અવશેષ તરીકે રહે છે. (૩૯૯). ટિપ્પણ:
પરમ આદરણીય ભગવત્પાદ આચાર્યશ્રીનું એક ઉદ્દબોધન સતત અને હંમેશનું રહ્યું છે કે “ચિત્તની સર્વ વૃત્તિઓને બહાર ભટકતી સંપૂર્ણરીતે રોકીને, એને સ્થિર કરીને, સસ્વરૂપ બ્રહ્મમાં જ સ્થિર કરો.” બસ, આ જ ઉદ્ધોધનનો પડઘો આ શ્લોકમાં સાંભળવા મળે છે.
સંસાર “અસત્’ અને વિકલ્પ-રૂપ છે. સઘળી ચિત્તવૃત્તિઓને “સત્ય” અને વિકલ્પ એવા બ્રહ્મમાં “સમાહિત', એટલે કે સમાધિસ્થ કરી દેવામાં આવે પછી, આ સંસાર-રૂપી “સત્ય” એવા કોઈ વિકલ્પ માટે તો અવકાશ જ ન રહે! - જ્યાં “નિર્વિકલ્પ' અને “સત્ય” એવા બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનો સૂર્ય સર્વત્ર ઝળાંહળાં પ્રકાશી રહ્યો હોય ત્યાં, કોઈ “અસત્ય વિકલ્પ' તો નજરે જ શી રીતે પડે (દૃશ્યો ? સંસારનું અધિષ્ઠાન એટલે જ સ્વરૂપ બ્રહ્મ, અને આ બ્રહ્મતત્ત્વમાં જો મેં
૭૭૮ | વિવેકચૂડામણિ