________________
પ્રકાશમાં, જમીન પર પડેલી છીપ મને ચાંદી-રૂપે દેખાઈ; પરંતુ તેને તડકામાંથી છાંયડામાં લઈ જઈને મેં ચકાસણી કરી, એટલે ચાંદી વિશેની મારી ભ્રાંતિ દૂર થઈ અને મૂળ અધિષ્ઠાનનું એટલે કે છીપનું, મને જ્ઞાન લાધ્યું; અને “નિદિધ્યાસન' તો સત્યની પ્રતીતિ માટેનું, અંતરંગ સાધન-ત્રિતય'માંનું સૌથી વધુ અસરકારક સાધન છે જ. સાધક જો, પહેલેથી જ, એમાં નિમગ્ન હોત તો, પેલું “તોફાની' મનોજગત આત્મા પર આરોપિત થઈ શકયું જ ન હોત !
“નિરાસ'ની પ્રક્રિયા એટલે, બસ, આ જ ! આ પ્રક્રિયાનો તો પ્રભાવ જ એવો હોય છે કે પળવારમાં જ આત્મા પોતાની મૂળ વિશદ્ધ વસ્તુસ્થિતિને પામી રહે ! પછી તો, ઉપનિષદ કહે છે તેમ, સર્વ-પ્રાણ-પ્રદ, અ-શરીર, “અ-મૃત અને સ્વ-સ્વરૂપ એવું બ્રહ્મ જ, સર્વત્ર, સ્વ-તેજે પ્રકાશી રહે ! -
अथ अशरीरः अमृतः प्राणः ब्रह्म एव तेजः इव ।। આમ, સાધક માટે, બે વાત મહત્ત્વની બની રહે છે : એક તો એ કે આત્મા પર કશી મિથ્થા વસ્તુનું આરોપણ ન થઈ જાય, એવી સતત જાગૃતિ સેવવી; અને બીજું, આવું આરોપણ થઈ જવા પામ્યું જ હોય તો, એવી જ જાગૃતિપૂર્વક, “નિરસન ની પેલી પ્રક્રિયાને તરત જ હાથ ધરવી ! - - પછી તો સ્વયમેવ સંપૂર્ણ પરબ્રહ્મનું પોતાના આત્મામાં જ દર્શન !
શ્લોકનો છંદઃ અનુરુપ (૩૯૮)
૩૯૯ . समाहितायां सति चित्तवृत्ती
परात्मनि ब्रह्मणि निर्विकल्पे । न दृश्यते . कश्चिदयं विकल्पः
प्रजल्पमात्रः परिशिष्यते ततः ॥३९९॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સમાહિતામાં સતિ ચિત્તવૃત્તો - પરાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પ | ન દશ્યતે કશ્ચિદય વિકલ્પ
પ્રજલ્પમાત્ર પરિશિષ્યતે તતઃ II૩૯લા શ્લોકનો ગદ્ય અન્વય निर्विकल्पे परात्मनि ब्रह्मणि सति, चित्तवृत्तौ समाहितायां, अयं कश्चिद्
વિવેકચૂડામણિ | ૭૭૭