________________
“આત્મા નથી. આટલા વિવેક(Discrimination)ની અપેક્ષા તો સાધક પાસેથી અવશ્ય સેવવામાં આવે.
આમ છતાં, જો માણસ શરીરની “ભક્તિ'(મતિ)માં જ, એને “આત્મા માનીને, સતત, વ્યસ્ત રહે તો, એનાં બે ચોખાં ભયસ્થાનો અહીં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે : (૧) તાવત્ એટલે કે તાવાતમ, - દેહને જ આત્મા માનીને, એની ભક્તિમાં જ તે અવિરત મગ્ન રહે ત્યાં સુધી, તે અપવિત્ર જ રહે : “હું તે શરીર જ છું, એ શરીર જ આત્મા છે', - એવાં અજ્ઞાનનું પરિણામ તો, જે આવવું જોઈએ, તે જ આવે ને ! જેને મન આવું “શવાકાર’ શરીર જ પોતાનાં જીવનનું સંપૂર્ણ સાર-સર્વરવ હોય, તેને તો જીવતે-જીવત મડદાં જેવું “અશુદ્ધ જ બનવું પડે ! (૨) અને બીજું એ કે શરીર તો જન્મ-મરણ-વ્યાધિ-નરક-ઉપાધિનો જ પર્યાય (Synonym) છે, એટલે એનાં ભાગ્યમાં તો “ફલેશ' જ લખાયેલો હોય ને ! અને આ ફલેશ કંઈ જેવો તેવો નથી હોતો : શરીર તરફથી અને પારકાં-પરાયાં તરફથી (પરેગ્ય:) તો તે ખરો જ, પરંતુ તે ફલેશમાં તેનો પોતાનો પણ ફાળો હોય, - એવો સાર્વત્રિક તે ફલેશ હોવાનો ! ઉપનિષદૂના ઋષિએ આનું સમર્થન આવી સુયોગ્ય રીતે કર્યું છે :
- ૧ ૨ વૈ સ-શરીરથ હતઃ પ્રિય-પ્રિયાયોઃ અપતિઃ અતિ ! - આવા શરીરભક્તના કુલેશનો તો કદી નાશ જ નહીં !
પરંતુ પછી જો એને સદબુદ્ધિ સૂઝે, શ્રુતિ-સ્વાધ્યાય, સદ્ગુર-ઉપદેશ અને વેદાંતવિદ્યા-પ્રબોધિત “સાધનચતુષ્ટય”ની સહાય વડે, “અનાત્મા'-“આત્મા'ની વિવેકબુદ્ધિ એનામાં ઉદય પામે તો, આત્મા તો હંમેશાં શુદ્ધ, અવિચળ અને કલ્યાણ
સ્વરૂપ જ છે એવી સાચી ઓળખ (નતિ) તેને થઈ જાય તો, તેના પેલા ઉપર્યુક્ત ફલેશમાંથી, તેનો તરત જ છુટકારો થઈ જાય ! (તા : તેગ્ય: મુજે મતિ )
અને આવો “ચુકાદો (Verdict) કંઈ જ્યાં-ત્યાંથી નથી મળતો ! કારણ કે આવું સર્વસંમત (Unanimous) અભયવચન તો સમગ્ર શ્રુતિસાહિત્ય, આ પ્રમાણે, આપે છે (કૃતિઃ પિ તદ્ બાદ ) :
(૧) શરીર વાવ સાં ન પ્રિય-ળેિ મૃત: | (“શરીર-આસક્તિ વિનાને પ્રિય અને અપ્રિય બંને સ્પર્શી શકતાં નથી.”),
(૨) માનવં બ્રહ્માણો વિદાન ન વિખેતિ તથન I (“બ્રહ્મના આનંદને જાણનારને ક્યાંયથી ભય રહેતો નથી, હોતો નથી.”), (૩) તરતિ શો માત્મવિત I (“આત્મજ્ઞાની સઘળા શોકને તરી જાય છે.”).
૭૭૪ | વિવેકચૂડામણિ