________________
જાણે છે, ઓળખે છે, પારખું કરી લે છે. કોને ઓળખે છે? - તેના પોતાના આત્માને; તેને કેવાં-શું સ્વરૂપે જાણવાનો છે? – શિવારમ્ ! શિવ એટલે કલ્યાણ, માંગલ્ય. ૩૪ત એટલે અવિચળ, નિશ્ચલ, સ્થિર. જ્યારે તે પોતાના આત્માને શુદ્ધ, અવિચળ અને કલ્યાણ-સ્વરૂપે ઓળખી લે ત્યારે.
પરંતુ આવું કોણ કહે છે? - તત્ શુતિઃ પિ બાદ ! તેવું જ, તે પ્રમાણે, વેદો વગેરે શ્રુતિ પણ કહે છે. (૩૯૭) અનુવાદ :
જ્યાં સુધી મનુષ્ય મડદાં-જેવાં(પોતાના શરીર)ને (આત્મા સમજીને) સેવે છે, ત્યાં સુધી તે અપવિત્ર (રહે) છે અને (ત્યાં સુધી) જન્મ-મરણ-વ્યાધિ-વગેરેના નિવાસરૂપી ફલેશ તેને બીજાંઓ તરફથી અનુભવવો પડે; પરંતુ જ્યારે તે, પોતાના આત્માને શુદ્ધ, અવિચળ અને કલ્યાણ-સ્વરૂપે ઓળખી લે છે ત્યારે, પેલા(બધા ફલેશો)થી તે મુક્ત થઈ જાય છે : શ્રુતિ પણ તે જ હકીકત કહે છે. (૩૯૭) ટિપ્પણ:
સ્કૂલ અને સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલી આશાઓનો ત્યાગ કરીને (હિ), “હું પોતે જ બ્રહ્મ છું' એ રીતે, બ્રહ્મ સાથે સ્વ-સ્વરૂપની ઓળખ પામવાનો અને એને જ પોતાનો સાચો “આત્મપરિચય' (સ્વયં તિ પરિવીય) સમજવાનો, સદ્ગુરુએ, શિષ્યને, વાત્સલ્યપૂર્વક જે અનુરોધ આ પહેલાંના શ્લોકમાં કર્યો છે, એની ફલશ્રુતિનું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે.
શરીરને અહીં “મડદાં જેવું (શવાળા) કહ્યું છે તેથી, રખે કોઈ એવું સમજી બેસે કે શરીરને સ્વસ્થ અને ચોખ્ખું ન રાખવું, એવી સલાહ-સૂચના આ ગ્રંથમાં આપવામાં આવી છે ! અંતે તો, શરીર પણ પરમકૃપાળુ પરમાત્માની જ ભેટ છે, એટલે એને ગંદું રાખવું કે રહેવા દેવું, એવા ફુવડ” કે “ફુહડ’ રહેવું, એ તો એ પરમાત્માનો જ અપરાધ ગણાય !
અહીં જે આદેશ અને ઉપદેશ છે તે આટલો જ : (૧) એક વાત તો કદી ભૂલવાની નથી જ કે શરીર ગમે તેવું સુંદર અને સશક્ત હોય તો પણ, પગથી માથાં સુધી, તેની અંદર તો ગંદકી જ ભરી છે (ત્તિમાઇકુ... અને મનમયકોશ:). (૨) બીજું, મનતિ – શબ્દ અહીં પ્રયોજાયો છે, એટલે એ(શરીર)ની પૂજા-ભક્તિ કે સેવા-સુશ્રુષામાં જ માણસ સદા સર્વદા વ્યસ્ત રહે, તે પ્રકારની એની આળપંપાળ અને માવજત વધુ પડતી ન થવી જોઈએ; (૩) અને ત્રીજું, અને સૌથી મહત્ત્વનું તો એ કે, એને “આત્મા’ સમજી લેવાની ભૂલ ન કરવી. એ “શરીર” જ છે અને
વિવેકચૂડામણિ | ૭૭૩