________________
આવું પ્રતિપાદન તે શ્રુતિ કેવી રીતે કરે છે ? - યિાસમમિહારેળ । વારંવાર અથવા પ્રત્યેક દૃષ્ટાંતને અંતે. (યિાસમમિહાર એટલે, એક ને એક વાત ફરી-ફરીને કહેવી તે : પૌન:પુન્યન) (૩૯૩).
અનુવાદ :
‘જ્યાં તે અન્ય કાંઈ જોતો નથી' (ન અન્યત્ એવું શ્રુતિવચન, એક હકીકત માટે અનેક ક્રિયાપદો યોજીને, મિથ્યા અધ્યાસને દૂર કરવા માટે (બ્રહ્મમાં), દ્વૈતના અભાવનું પ્રતિપાદન કરે છે. (૩૯૩)
ટિપ્પણ :
પ્રસ્તુત ચર્ચા છે, ‘સર્વાત્મદર્શન'ની, જેનો અર્થ છે, - સર્વમાં, સર્વત્ર, માત્ર એક આત્માનું જ દર્શન. પરંતુ જ્યાં સુધી દ્વૈતનું અસ્તિત્વ હોય ત્યાં સુધી, અદ્વૈતનું,. એટલે કે એકનું, આત્માનું, બ્રહ્મનું દર્શન શક્ય જ ન બને; એટલે, જે એકનું દર્શન કરવાનું છે તેમાં, એટલે કે બ્રહ્મમાં, દ્વૈતના અભાવનું પ્રતિપાદન કરવું, એ મહત્ત્વનું બની રહે છે. આમ, ચૈતનું નિવારણ થઈ જાય, એટલે જીવન અને બ્રહ્મનાં ઐક્યની સાધકને અનુભૂતિ થાય. આત્મજ્ઞાન-સમયનાં આ ઐક્યમાં સાધક આત્મા સિવાય બીજું કશું જ જોતો નથી, (ન અન્યત્ પતિ), બીજું કશું જ સાંભળતો નથી, (7 અન્યત્ બ્રુનોતિ), બીજું કશું જાણતો નથી (ન અન્યદ્ વિજ્ઞાનાતિ). કારણ એ છે કે આત્મા સિવાય બીજું કશું હોતું જ નથી, પછી તે શાને-સાંભળે-જાણે ? આમ, આ રીતે, આ ‘છાન્દોગ્ય’-શ્રુતિ બ્રહ્મમાંનાં ભાસમાન એવા ચૈતભાવના અભાવનું પ્રતિપાદન કરે છે અને મિથ્યા અધ્યાસ અથવા અવિદ્યાને દૂર કરીને, સાધક માટે સર્વાત્મદર્શનની ભૂમિકા રચે છે. અહીં એટલું ઊમેરવાનું રહે છે કે કોઈ પણ કલ્પિત વસ્તુનો નાશ એટલે, શેષ તરીકે તો મૂળ અધિષ્ઠાન જ રહે : અધિષ્ઠાનાવશેષો હિ નાશઃ ઋત્વિતવસ્તુન:। ટૂંકમાં, ઉક્ત શ્રુતિનો ઉદ્દેશ છે, અજ્ઞાનને કારણે, સાધકને, બ્રહ્મમાં ભાસતા દ્વૈતના અભાવનું પ્રતિપાદન કરવું અને એનાં પરિણામે, સર્વાત્મદર્શનની આડે આવતા મિથ્યા અધ્યાસનું નિવારણ કરીને, સાધક માટે, સર્વાત્મદર્શનનો સુયોગ સિદ્ધ કરવો. અને આવી સિદ્ધિ સંપાદન કરવા માટે, શ્રુતિ, 7 પતિ, ન શુોતિ, न विजानाति એ ત્રણ ક્રિયાપદોને, “બીજું કશું જ ન હોવાની” એકની એક વાત વારંવાર ઘૂંટવા માટે, પ્રયોજે છે (યિાસમમિહારેળ (1).
‘અધ્યાસ’નો મુદ્દો તો, આ પહેલાં પણ, આવી ગયો છે, એટલે તે વિશે કશું ઊમેરવાનું રહેતું નથી. નવો શબ્દ છે, - માત્ર ભૂમા ।
‘છાંદોગ્ય’-ઉપનિષદમાં, ભગવાન સનત્સુમારે, નારદને, બ્રહ્મની સંપૂર્ણતા અથવા ૭૬૨ / વિવેકચૂડામણિ
-