________________
આચાર્યશ્રીએ, શ્લોકની ત્રીજી પંક્તિમાં, આપ્યું છે : લોટો, ઘડો, માટલું, કોડિયું, તાવડી, - એ બધાંનાં નામ અને રૂપ-આકાર વગેરે ભલે જૂદાં હોય, એ બધામાં એક સર્વસામાન્ય તત્ત્વ (Common matter) તરીકે “માટી' નથી, એમ કોણ કહી શકશે? અને એ બધાંમાં જો માટી છે જ, તો એ બધાં માટીથી જૂદાં છે, એમ પણ કેવી રીતે કહી શકાય ? હકીકતમાં, માટી (મૃત્ના, મૃત્તિ) એ એક જ મૂળભૂત સત્ય છે, પેલાં બધાં વાસણો તો ભાંગી-તૂટી જાય ત્યારે, - અને આવી પરિસ્થિતિ તો ગમે ત્યારે આવવાની જ છે ! - એનાં પેલાં જૂદા જૂદાં નામો અને રૂપો તો રહેતાં જ નથી, રહે છે તે તો માત્ર એક માટી જ !
એનો અર્થ તો એ જ થયો કે નાશ પછી પણ જે ટકે, ટકી શકે, તે જ એક સત્ય ! અને તો પછી, સર્વાત્મક્તા કોની? પેલા વાસણોની નહીં, પણ માટીની જ !
છાન્દોગ્ય-ઉપનિષદમાં, પિતા ઉદ્દાલક, પુત્ર શ્વેતકેતુને, બ્રહ્મની સર્વાત્મકતા સમજાવવા માટે આ જ દૃષ્ટાંત આપે છે : “માટીના પિંડને, એકને જ, સંપૂર્ણ રીતે જાણી લેવાથી, એમાંથી બનેલી સર્વ ચીજોને સારી રીતે જાણી શકાય છે; પેલી ચીજોનાં નામ-રૂપ તો માત્ર વાણીના વ્યવહાર પૂરતાં જ છે.”
___ यथा सोम्य एकेन मृत्पिण्डेन विज्ञातेन सर्वं मृण्मयं विज्ञातं स्यात्, वाचारम्भणं વિકારો નામધેય, કૃત્તિ તિ વ સત્યમ્ ! (૬, ૧, ૪)
કલશ વગેરે વાસણોનું “ઉપાદાન કારણ”, જેમ માટી, - એ જ રીતે આ સમગ્ર જગતનું “ઉપાદાન કારણ” એક બ્રહ્મ” જ છે. કારણરૂપ બ્રહ્મને જાણ્યા પછી, એમાંથી ઉત્પન્ન થયેલાં આ જગતને અને એમાંની સઘળી વસ્તુઓને જાણવાનું રહેતું નથી.
પ્રકૃતિની સર્વ સીમાઓને અતિક્રમીને, તેની પેલી પાર સ્થિર થઈ ગયેલા પેલા જ્ઞાનીને, બ્રહ્માંડમાં, સન્ - સિવાય બીજું કાંઈ જ નથી” - (ત: અન્યત્ર અસ્તિ વ ) - એવી જે પ્રતીતિ થાય છે, એનું કારણ પણ આ જ કે જ્યાં એના સિવાય બીજું કશું ક્યાંય હોય જ નહીં, સર્વત્ર તે એક જ હોય તો, કોણ કોને શાના વડે જુએ? (યત્ર સર્વ માત્મા પ્રવ અભૂત, તત્ ન વ પશ્યન્ ! ? – બૃહદારણ્યકઉપનિષદ)
પછી તો, માયા-મદિરાપાનના નશામાં ચકચૂર હોય એવો ભ્રાંત માણસ જ એવી ભેદભાવવાળી ભાષા બોલેને કે - “આ હું” અને “આ તું” !
અહીં, શ્લોકની ત્રીજી પંક્તિમાં પૃથ વિમ્ ? – એવો જે પ્રશ્ન – આમ તો, કાકુપ્રશ્ન જ! - મૂક્યો છે, તેનો ઉત્તર ભગવત્પાદ આચાર્યશ્રીએ પોતે જ, આ
- ૭૬૦ | વિવેકચૂડામણિ