________________
(૩) તા-ધટ--કવિ ઉ મૃત્નીયા: પૃથક્ અવતમ્ ? મ એટલે માટલું, ગોળો. મૃત્મા એટલે માટી; પૃથલ એટલે જૂદું : લોટો, ઘડો, માટલું વગેરે શું માટીથી જૂદાં જણાય છે? જાણી શકાય છે ?
(૪) માયા-વિયા પ્રાત: પN: (મનુષ્ય:) “સ્વ” “માં” તિ વતિ | પ્રાન્તઃ એટલે નશામાં ચકચૂર, મદ-મત્ત; માયારૂપી મદિરા વડે નશામાં ચકચૂર બનેલો આ માણસ જ, (આ) “તું” (d) અને (આ) “હું, (૬) – એવી ભેદભાવવાળી ભાષામાં બોલે છે. (૩૯૨) અનુવાદ :
વાણી અને મન વડે જાણી શકાતું આ સર્વ જગત સત્યસ્વરૂપ જ છે. માયાની સીમાથી પર સ્વ-સ્વરૂપમાં) સ્થિર રહેલા(જ્ઞાની)ની દષ્ટિએ તો, સત્ય સિવાય બીજું કાંઈ છે જ નહીં : લોટો-ઘડો-માટલું વગેરેને શું માટીથી જૂદાં જાણી શકાય છે ? (ના; છતાં) માયારૂપી મદિરા વડે બ્રાંત થયેલો આ (માણસ) જ (આ) “તું” અને (આ) “હું - એવી (ભેદભાવ-વાળી) ભાષા બોલે છે. (૩૯૨) ટિપ્પણ:
આત્મા એટલે બ્રહ્મ તો સર્વત્ર છે; એટલું જ નહીં પણ બ્રહ્માંડમાં જે કાંઈ જણાય છે તે સઘળું પણ તે બ્રહ્મ જ છે, - એવી સર્વોત્મદૃષ્ટિની ચર્ચા આ શ્લોકમાં પણ ચાલુ રહી છે. - વાણી (વાવ) અને મનને, એમની પોતપોતાની મર્યાદાઓ છે અને છતાં એમની સહાય વડે આ જગત જેવું જણાય-દેખાય-સમજાય-અનુભવાય (વાત), તે. પણ, સર્વ હતુ રૂદ્ર ગ્રહ I – એવાં શ્રુતિવચન પ્રમાણે અને પારમાર્થિક “સત્તા” (Existence) અનુસાર, અંતે તો, સસ્વરૂપ જ છે (સત્ પર્વ).
ઉપર્યુક્ત શ્રુતિવચન અને પારમાર્થિક “સત્તા ઉપરાંત, પ્રકૃતિ-માયા-ઉપાધિ વગેરેની સીમા-સરહદોને અતિક્રમીને-ઓળંગીને (Transcend), જે જ્ઞાનીજનો તેનાથી પર એવા સ્વ-સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે (પ્રકૃતિ-પ-સીનિ સ્થિતવત:), તેમને તો, આ સમગ્ર બ્રહ્માંડમાં, ક્યાંય, સત્-સિવાય બીજું કાંઈ છે જ નહીં, એની પૂરી પ્રતીતિ થઈ ગઈ છે : પ્રકૃતિની સીમા એટલે એવું સ્થળ, જ્યાં સર્વ ઉપાધિઓનું સંપૂર્ણ શમન થઈ ગયું હોય : ઉપાધિઓ જ ન હોય, ત્યાં પછી કશાં અવિદ્યાઅજ્ઞાન-ભ્રાંતિને તો અવૃકાશ જ ક્યાંથી હોય ?
પરંતુ આવું બધું સમજવા જેવી ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું ગજું સામાન્ય માણસનું તો હોય નહીં, તો પછી શું કરવું ? - આનું સાવ સરળ અને સુબોધ સમાધાન,
વિવેકચૂડામણિ | ૭૫૯