________________
આજુબાજુ લઈ જઈએ તો, તરત જ ખ્યાલ આવી જશે કે એ બધાંમાં, નીચે-ઉ૫૨વચમાં, આજુબાજુ અને ઊંડે, સર્વત્ર એકમાત્ર પાણી સિવાય બીજું કશું જ નથી : જળાશયના અણુ-અણુમાં, સર્વત્ર, માત્ર એક જ તત્ત્વ છે અને તે છે, બસ, પાણી, પાણી, પાણી !
-
અને મોજાં-ફીણ-પરપોટા વગેરેનું અસ્તિત્વ, એ કોનો પ્રભાવ અને પ્રતાપ ! પાણીનો જ ! પાણી જ ન હોત તો !
“બસ, પાણી, પાણી, પાણી !” આ શબ્દો, નવ રસોમાં “કરુણ” જ ‘એકમાત્ર રસ' છે અને બાકીના બધા રસો તો તે “કરુણ”ના જ “વિવર્તો” છે, એવા, ‘રસ’ વિશેના પોતાના વિશિષ્ટ સિદ્ધાંતના પ્રતિપાદનના અનુસંધાનમાં, સંસ્કૃત મહાકવિ ભવભૂતિએ પણ પોતાનાં “ઉત્તરરામચરિત”નાટકમાં, યોજેલો આ શ્લોક, સહેજે, યાદ આવી જાય છે :
–
एको रसः करुण एव निमित्तभेदाद्
भिन्नः पृथक् पृथगिवाश्रयते विवर्तान् । आवर्तबुद्बुदतरंगमयान् विकारान्
अम्भो यथा सलिलमेव तु तत् समग्रम् ॥३, ४७॥
(“રસ તો એકમાત્ર કરુણ જ છે, બાકીના બધા રસ-ભેદો તો, નિમિત્તને કારણે માત્ર વિવર્તો જ બને : પાણી જેમ મોજાં-ઘુમરી-પરપોટાના વિકારોને પામે, પરંતુ અંતે તો તે બધું માત્ર પાણી જ છે ને !”)
એ જ રીતે જગતનાં સર્વ નામ-રૂપોની પાછળ પણ એક જ આનંદ-સ્વરૂપ ચૈતન્ય વિલસી રહ્યું છે !
એ વિલસે છે, તો જ આ બધું વિલસી શકે છે ! પેલાં ઉપનિષદનાં શ્રુતિવચન પ્રમાણે, - અહીં બધું પ્રકાશી રહ્યું છે; તે કોને આભારી ? - પેલું ચૈતન્ય પ્રકાશે છે, તેને જ !
तमेव भान्तं, अनुभाति सर्वम् । तस्य भासा सर्वमिदं विभाति । (મુંડક ૨, ૨, ૧૦)
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૯૧)
૩૯૨
सदेवेदं सर्वं जगदवगतं वाङ्मनसयोः
सतोऽन्यन्नास्त्येव प्रकृतिपरसीम्नि स्थितवतः । વિવેકચૂડામણિ / ૭૫૭