________________
તાં એટલે પાણીમાંનાં મોજાં; ન એટલે ફીણ; પ્રેમ એટલે પાણીમાંની ભમરી, અથવા ઘુમરી; અને ગુલુન્ એટલે પરપોટો. આ બધાં જેવી રીતે, સ્વરૂપે તો, પાણી જ છે, તેવી રીતે (તથા) ...બીજાં વાક્યમાં...
() તથા રેહ-મારિ મહં-અન્ત પતન સર્વ (1) ત્િ વ (તિ) | તેવી જ રીતે, દેહથી શરૂ કરીને અહંકાર-પર્યતનું આ સર્વ જગત પણ ચૈતન્ય એટલે કે આત્મા જ છે. કેવું છે આ ચૈતન્ય ? પરસમ્ - અખંડ અને આનંદસ્વરૂપ, વિરુદ્ધમ્ ! વિશુદ્ધ, નિર્મળ. (૩૯૧) અનુવાદ :
જેવી રીતે પાણીમાંનાં) મોજાં, ફીણ, ભમરી, પરપોટા વગેરે બધું સ્વરૂપે તો પાણી જ છે, તેવી રીતે દેહથી માંડીને અહંકાર સુધીનું આ સર્વ(જગત), અખંડ અને વિશુદ્ધ ચૈતન્ય (આત્મા) જ છે. (૩૯૧) ટિપ્પણ : | સર્વાત્મદર્શનનું મહત્ત્વ સમજીને, જે સાધકે પોતાનું ધ્યાન તેના પર કેન્દ્રિત કર્યું હોય, તે ધ્યાનની સ્થિરતા ટકી રહે અને તેનાં મનની અખંડાકારવૃત્તિ જળવાઈ રહે તે માટે, છેલ્લા બે-ત્રણ શ્લોકમાં જે નિરૂપણ કરવામાં હતું, તેને જ અહીં એક સમુચિત દષ્ટાંત આપીને, દઢીભૂત કરવામાં આવ્યું છે.
જગતમાં અને મનુષ્યનાં સંસારી જીવનમાં, દેહથી શરૂ કરીને અહંકાર સુધીની અસંખ્ય ઉપાધિઓ એવી હોય છે કે તે સર્વને ભિન્ન-ભિન્ન નામ-રૂપ-આકાર હોય છે; પરંતુ સાધકે તો આ સર્વે ભેદોથી પર રહેવાનું છે અને એક પાયાની વાત નિશ્ચિત સ્વરૂપે પોતાનાં મનમાં સ્થિર-સ્વરૂપે સ્થાપી દેવાની છે કે જગતમાં અને જીવનમાં જે કંઈ આવું વૈવિધ્ય નજરે પડે છે, તે માત્ર સપાટી ઉપરનું, ઉપરછલ્લું અને ભ્રામક છે. આ બધા બાહ્ય નામ-રૂપ-આકારવાળા દેખાવને ઓળંગીને, એમાં જ જરા ઊંડો ઊતરીને, જો તે એમાંનાં, એની નીચેનાં, ભીતરી સ્વરૂપનું દર્શન કરશે તો, તેને તરત જ પ્રતીતિ થશે કે આ બધો તો પ્રતિભાસ-માત્ર હતો; હકીકતમાં તો, જગતમાં અને જીવનમાં સર્વત્ર નિરાકાર, નિરુપાયિક, અ-રૂપ અને અ-નામ એવું, બ્રહ્મનું અખંડ, એકરસ અને વિશુદ્ધ ચૈતન્ય જ વિલસી રહ્યું છે ! આવું સૂક્ષ્મ દર્શન એટલે જ, જેનાં મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે તે, સર્વાત્મદર્શન !
કોઈ મોટું જળાશય જુઓ : તેમાં નાનાં-મોટાં મોજાં, ફીણ, ઘુમરી, પરપોટા વગેરે અનેક નામ-રૂપ-ધારી સ્વરૂપો માણસની નજરે પડે છે; પરંતુ આ બધું તો પાણીની માત્ર સપાટી ઉપર હોય છે; આ બધાંને વીંધીને, નજરને જરા ઊંડે અને
૭૫૬ | વિવેકચૂડામણિ