________________
અને આમ છતાં, આ રીતે, કાર્યભેદે અથવા ઉપાધિભેદે, બ્રહ્મા’-‘વિષ્ણુ’ઇન્દ્ર’-શિવ’, એવાં નામોમાં, બ્રહ્મનું પરિવર્તન થવા છતાં, બ્રહ્મનાં મૂળ “સત્ચિદ્-આનંદ”, – એ સ્વરૂપમાં કશું જ પરિવર્તન થતું નથી; બ્રહ્મ તો, આવાં પરિવર્તન પછી પણ, એવું જ નિષ્ક્રિય, નિરુપાધિક અને પરિચ્છેદરહિત જ રહે છે, - આ જ છે વિશિષ્ટતા, વેદાંતદર્શનના આ ‘કેવલાદ્વૈત’ સિદ્ધાતની !
આ શ્લોકમાં, જે “સ્વયં”-શબ્દ પાંચ વાર પ્રયોજાયો છે તે, ‘બ્રહ્મ’નાં ‘સર્વમય’ સ્વરૂપનાં પ્રતિપાદન અર્થે છે : બ્રહ્મ, સર્વાત્મ-સ્વરૂપે, પોતે જ (સ્વયં) બ્રહ્મા છે, વિષ્ણુ છે, ઇન્દ્ર છે, શિવ છે, - અને ચારે તરફ વિલસી રહેલું આ સમગ્ર વિશ્વ પણ તે પોતે જ છે.
-
આમ, સમસ્ત બ્રહ્માંડમાં, બ્રહ્મ એક જ હોવાથી, એને ‘એકેશ્વરવાદ’ (Monotheism) કહી શકાય, છતાં એના સિવાય બીજું કાંઈ જ નથી, એ એક જ સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે, - એવાં અંતિમ સત્યને સ્વીકારીએ ત્યારે, એને તો ‘સર્વેશ્વરવાદ’ અથવા ‘સર્વત્રેશ્વરવાદ’ (Pan-theism) જ કહેવો પડે.
સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન મહાગ્રંથ એવા “ઋગ્વેદ”માં, ઇન્દ્ર-વરુણ-અગ્નિપર્જન્ય-સૂર્ય વગેરે અનેક દેવતાઓ(Deities)નાં સૂક્તો મળતાં હોવાથી, તેમાં ‘અનેકેશ્વર’-વાદ (Poly-theism) છે, એવું લાગે; તે છતાં, એ જ ઋગ્વેદમાં પણ, અંતે તો, -
રું સત્ વિષ્રા બહુધા વવૃત્તિ । (૧૪ ૧૬૪, ૪૬)
એવાં વિધાનથી, એ મહાગ્રંથ પણ ‘એકેશ્વરવાદ' તરફ ગતિ કરી રહ્યો હોય, એવું સ્પષ્ટ જણાય છે; પરંતુ પછી તો “પુરુષસૂક્ત”(૧૦, ૯૦), “હિરણ્યગર્ભસૂક્ત’(૧૦, ૧૨૧), “નાસદીયસૂક્ત”(૧૦, ૧૨૯), જેવાં, અંતભાગનાં સૂક્તોમાં તો, ઋગ્વેદમાં પણ ‘સર્વેશ્વરવાદ’(Pan-theism)નું નિરૂપણ સ્પષ્ટ જોવામાં આવે છે.
અને સર્વ હતુ તું બ્રહ્મ । – જેવાં, વેદનાં આ મહાવાક્ય’માં, “સર્વેશ્વરવાદ” (Pan-theism)નું દઢીકરણ થતું હોવાની પ્રતીતિ થાય છે.
વળી, “ગીતા”માંનાં નીચેનાં આ વિધાનો પણ, ‘સર્વાત્મભાવ' અને ‘સર્વાત્મદર્શન’ની અહીંની વિચારધારાની પુષ્ટિ કરતાં હોય એવાં જ જણાય છે ઃ
(૧) સર્વભૂતાત્મવૃતાત્મા... 1 (૫, ૭)
(૨) યો માં પતિ સર્વત્ર સર્વે ૬ મયિ પશ્યતિ । (૬, ૩૦) (૩) સર્વભૂતસ્થિતો યો માં મત્યેવમાસ્થિતઃ । (૬, ૩૧) (૪) આત્મૌપમ્મેન સર્વત્ર સમં પતિ યોનુંન । (૬, ૩૨) ૭૫૨ / વિવેકચૂડામણિ