________________
અનુવાદ :
આત્મા પોતે જ બ્રહ્મા છે, આત્મા પોતે જ વિષ્ણુ છે, આત્મા પોતે જ ઈન્દ્ર છે, આત્મા પોતે જ શિવ છે અને આત્મા પોતે જ આ બધું વિશ્વ છે : સ્વ-સ્વરૂપ આત્મા સિવાય બીજું કાંઈ નથી. (૩૮૯) ટિપ્પણ: - સાધકે સર્વત્ર આત્મદર્શન કરવું જોઈએ, - આવી સર્વાત્મદષ્ટિની ચર્ચા છેલ્લા થોડાં શ્લોકોમાં ચાલી રહી છે, તેની પરાકાષ્ઠાનું નિદર્શન આ શ્લોકમાં મળે છે.
બ્રહ્મ એક અને અદ્વિતીય છે” (% વ દ્વિતીયં બ્રહ્મ ) - એ છે વેદાંતદર્શનનું આધાર-સૂત્ર. પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં, આ રીતે, જો એક બ્રહ્મ જ સર્વત્ર હોય તો પછી, બ્રહ્મા-વિષ્ણુ-શિવ-ઈન્દ્ર વગેરે અનેક દેવોનું નિરૂપણ પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક-આધ્યાત્મિક-પૌરાણિક પરંપરામાં જોવા મળે છે, તેનું શું? – એવો પ્રશ્ન, Fઉપર્યુક્ત ચર્ચા-વિચારણાનાં અનુસંધાનમાં, કોઈ પણ સામાન્ય વિચારશીલ વ્યક્તિનાં મનમાં ઉદ્ભવે, એ સ્વાભાવિક છે.
અને આવા સવાલનાં સમાધાનનું પ્રતિપાદન પણ વેદાંતદર્શનના આચાર્યોએ જ, આ રીતે, કર્યું છે : બ્રહ્મ એક, અદ્વિતીય, નિષ્ક્રિય અને નિરુપાધિક છે, એ તો એક અસંદિગ્ધ, નિર્વિવાદ અને સુનિશ્ચિત સિદ્ધાંત છે; પરંતુ “એક એવા બ્રહ્મમાં જ જીવ અને જગતનો વ્યવહાર શક્ય બને તે શુભ ઉદેશને લક્ષમાં રાખીને જ, આચાર્યશ્રીએ ત્રણ પ્રકારની “સત્તા (Existence)ને આ પ્રમાણે સ્વીકારી છે : પારમાર્થિક “સત્તા', વ્યાવહારિક “સત્તા અને પ્રતિભાસિક “સત્તા' - જેમાં સર્વ ભૂતો જીવી રહ્યાં છે તે. પંચમહાભૂતોવાળાં, આપણાં જગતના સર્વ વ્યવહારનો જેમાં સમાવેશ થઈ જાય, એ “સત્તા” એટલે વ્યાવહારિક “સત્તા”. - બ્રહ્મ ભલે નિષ્ક્રિય, નિરપાધિક અને દેશ-કાલ-વસ્તુ જેવાં ત્રિવિધ પરિચ્છેદોથી પર હોય, પરંતુ એ જ બ્રહ્મ જ્યારે સૃષ્ટિના સર્જન જેવું કાર્ય કરે ત્યારે, તે કાર્યરૂપી ઉપાધિનાં સંબંધને લીધે, એ જ બ્રહ્મ “નિરુપાલિક” મટીને “સોપાધિક બને અને ‘ઉપાધિનાં આ જ પરિવર્તનને કારણે, બ્રહ્મનાં નામમાં પણ પરિવર્તન આવે અને બ્રહ્મને નવું નામ મળે : “બ્રહ્મા'. એ જ રીતે, સર્જાયેલી સૃષ્ટિનાં પાલન-પોષણ-રક્ષણસંચાલનનાં કાર્યરૂપી “ઉપાધિને લીધે, એ જ બ્રહ્મ વિષ્ણુનાં નામે ઓળખાય; બલિષ્ઠ હોવાની ‘ઉપાધિને કારણે, એ જ બ્રહ્મ ઇન્દ્રનું નામ ધારણ કરે; અને જગતનાં સર્વ અજ્ઞાનના વિનાશનાં કાર્યરૂપી “ઉપાધિનાં કારણે, બ્રહ્મ પોતે જ “શિવ’-નામ ધારણ કરે !
વિવેકચૂડામણિ | ૭૫૧