________________
ભયથી ભડક્યો, પરંતુ પોતાની પાસેની બેટરીની સ્વિચ દબાવી કે તરત જ પેલું ભૂત તો ક્યાંય ભાગી ગયું, - રહ્યો માત્ર મૂળ થાંભલો !
આપણી પ્રસ્તુત ચર્ચામાં પણ, સમગ્ર વિશ્વમાં, માત્ર આત્મા જ સર્વનું એકમાત્ર અને પૂર્ણ અધિષ્ઠાન છે. દોરડાંમાં જેમ સાપની ભ્રાંતિ થઈ હતી તેમ, અધિષ્ઠાન-રૂપ આત્મામાં જગતની ભ્રાંતિ થઈ; પરંતુ સાધકમાં આત્મજ્ઞાનનો ઉદ્દભવ અને ઉદય થતાં, ભ્રાંતિનો નાશ થયો અને જગત પોતે, વાસ્તવમાં, આત્મસ્વરૂપ જ છે, આત્માથી જરા પણ ભિન્ન નથી, એ હકીકતની સાધકને સંપૂર્ણ પ્રતીતિ થઈ ગઈ.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૮૮)
૩૮૯
स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयमिन्द्रः स्वयं शिवः ।
स्वयं विश्वमिदं सर्वं स्वस्मादन्यन्न किंचन ॥३८९॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
સ્વયં બ્રહ્મા સ્વયં વિષ્ણુ સ્વયમિજઃ સ્વયં શિવઃ |
સ્વયં વિશ્વમિદે સર્વ સ્વાસ્માદચન કિંચન /૩૮૯ શ્લોકનો ગદ્ય અન્વય :
स्वयं ब्रह्मा, स्वयं विष्णुः, स्वयं इन्द्रः, स्वयं शिवः, स्वयं इदं सर्वं विश्वं, स्वस्मात् अन्यत् किंचन न (अस्ति) ॥३८९॥ શબ્દાર્થ :
શ્લોકમાં નાનાં-નાનાં છ વાક્યો આ પ્રમાણે છે : (૧) (માત્મા) સ્વયં બ્રહ્મા (મતિ) | આત્મા પોતે જ બ્રહ્મા છે. (ર) (માત્મા) સ્વયં વિષ્ણુ: (તિ) | આત્મા પોતે જ વિષ્ણુ છે. (૩) (માત્મા) સ્વયં રૂદ્ર (મસ્તિ) | આત્મા પોતે જ ઇન્દ્ર છે. (૪) (માત્મા) સ્વયં શિવ: (મતિ) | આત્મા પોતે જ શિવ છે.
(૫) (માત્મા) સ્વયં રૂદ્ર સર્વ વિશ્વ (તિ) | આત્મા પોતે જ આ બધું વિશ્વ છે.
(૬) સ્વસ્મિાત્ (નાત્મનઃ) મચત્ વિવન ન (પ્તિ) / સ્વ-સ્વરૂપ આત્મા સિવાય બીજું કાંઈ નથી. (૩૮૯)
૭૫૦ | વિવેકચૂડામણિ