________________
ટિપ્પણ :
આપણે એ ભૂલવાનું નથી કે અહીં પ્રસ્તુત છે, સાધકે ક૨વાનાં સર્વાત્મદર્શનનો
મુદ્દો.
આવું સંપૂર્ણ આત્મદર્શન કરવામાં, ઉપાધિઓનો અંતરાય નડતો હતો અને તેથી આત્માને ઉપાધિ-વિમુક્ત કરવાનો આદેશ સાધકને આપવામાં આવ્યો હતો. અહીં પણ આ જ મુદ્દાને જરા જૂદી રીતે મૂકવામાં આવ્યો છે ઃ આમ તો, એમ પણ કહી શકાય કે, આત્માનું દર્શન કરવામાં, ઉપાધિઓ જે રીતે અંતરાય ઊભો કરતી હતી, તે પણ એક પ્રકારની ‘ભ્રાંતિ” જ હતી, કારણ કે જેનું મૂળરૂપે સાચું દર્શન કરવાનું છે, તે આત્મા વિશે આ ઉપાધિઓ ભ્રમણા (Delusion) ઊભી કરતી હતી. શ્લોકમાં, સાપરૂપે દેખાતા દોરડાનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે ‘સર્પરજ્જુન્યાય’–ની વાત, આ પહેલાં પણ, આવી ગઈ છે અને તેની સવિસ્તર સમજૂતી પણ આપવામાં આવી જ છે.
શ્લોકમાંની વાક્યરચના જરા સંકુલ, ક્લિષ્ટ અને સંકીર્ણ છે, તે છતાં અર્થ સ્પષ્ટ છે ઃ અંધારાંમાં પડેલું દોરડું, અંધારાંને લીધે જોનારનાં મનમાં બ્રાંતિ ઊભી કરે અને તે(ભ્રાંતિ)ને લીધે, જે વસ્તુ ત્યાં હતી જ નહીં, એવો કલ્પિત સાપ પેલા માણસને દેખાયો; પરંતુ ત્યાં માની લેવામાં આવેલી વસ્તુ (એટલે કે સાપ) માત્ર ભ્રાંતિ છે, - અને ત્યાં તો મૂળ વસ્તુ દોરડું જ છે, તેવું સત્ય, અજવાળું આવવાને કારણે, સમજાયું; અને આ ભ્રાંતિનો નાશ થતાં, મૂળ અધિષ્ઠાન-રૂપ દોરડાં કરતાં, તેનાથી ભિન્ન ત્યાં કશું જ નથી, એવો નિશ્ચય થાય છે ઃ ભ્રાંતિના સમયે, ભ્રાંતિને જ કારણે જોવામાં આવેલો સાપ, હકીકતમાં તો, દોરડું જ છે, એવી સ્પષ્ટ અને સંપૂર્ણ તથા સાચી પ્રતીતિ, હવે, પેલી ભ્રમણા દૂર થતાં, જોનાર માણસને થાય છે. ટૂંકમાં, પેલી કલ્પિત વસ્તુ(એટલે કે સાપ)નું અસ્તિત્વ, મૂળ વસ્તુ(એટલે કે દોરડાં)નું અજ્ઞાન હોય ત્યાં સુધી જ ચાલુ રહે છે; અને આ અજ્ઞાન તો, અંધારાંએ સર્જેલી ભ્રાંતિને કારણે જ હતી : જેવું અજવાળું આવ્યું, તેવું જ, તરત જ, દોરડાં વિશેનું અજ્ઞાન દૂર થઈ ગયું ! દોરડું તેનાં મૂળ-સ્વરૂપે, દોરડાંરૂપે જ, દૃષ્ટિગોચર થઈ ગયું, પેલાં અજ્ઞાન-ભ્રાંતિ-કલ્પના વગેરેનો નાશ થઈ ગયો અને પેલો (બિચારો!) સાપ તો હવે ક્યાંય રહ્યો જ નહીં ! હકીકતમાં તો, તે ત્યાં હતો જ નહીં, એનું તો અસ્તિત્વ જ ત્યાં ન્હોતું, એટલે સત્યનું જ, ‘સત્ય’-સ્વરૂપે દર્શન થયું : જેનું જ ત્યાં અસ્તિત્વ હતું, તે દોરડું જ ત્યાં દેખાયું અને જેનું ત્યાં અસ્તિત્વ હતું જ નહીં, તે સાપનું અસ્તિત્વ નષ્ટ થઈ ગયું !
અંધારાંને કારણે, પોતાની સામેનો થાંભલો ભૂત-રૂપે દેખાયો અને માણસ
વિવેકચૂડામણિ / ૭૪૯