________________
નિશ્ચલ બનીને; કેવી રીતે નિશ્ચલ બનવાનું ? - સફળ અવવધારે સ્વરૂપે વિશુદ્ધ સત્તાવાર નિવેશ્ય ! નિવેશ્ય એટલે સ્થાપીને, સ્થિર કરીને, પરોવીને; કોને ? વિશુદ્ધ સત્તાવરણમ્ ! પોતાનાં વિશુદ્ધ અંતઃકરણને; ક્યાં સ્થાપીને ? સ્વરૂપે – સ્વરૂપમાં, આત્મામાં; આ સ્વરૂપ કેવું છે? - સફળ - સર્વનું સાક્ષી, સર્વનું દષ્ટા; અને વોંધમત્રે ! માત્ર જ્ઞાનસ્વરૂપ એવું (સ્વરૂપ). (૩૮૪) અનુવાદ : | સર્વના સાક્ષી અને માત્ર જ્ઞાનસ્વરૂપ એવા સ્વરૂપમાં (એટલે કે, આત્મામાં) વિશદ્ધ અંત:કરણને સ્થાપીને, (સાધકે) ધીરે-ધીરે નિશ્ચલ બનીને, ત્યારપછી પોતાનું જ પૂર્ણાત્મા સ્વરૂપે, સતત દર્શન કરતાં રહેવું. (૩૮૪). ટિપ્પણ :
સાચું અને સંપૂર્ણ ધ્યાન એ જ, જેનાં પરિણામે, જેનાં માધ્યમ વડે, ધ્યાતા અને ધ્યેય, એટલે કે ધ્યાન કરનાર, ધ્યાનનો કર્તા અને ધ્યાનનું પાત્ર, ધ્યાન-વિષય, - એ બંને એકાકાર બની જાય.
ધ્યાન ની આવી પ્રક્રિયા. એના સર્વ પ્રકારો સહિત, શિષ્યને સવિસ્તર સમજાવ્યા પછી, ગુરુજી, હવે તેને આત્મદર્શન વિશે માર્ગદર્શન આપે છે : અવતો | તોત - ક્રિયાપદની આગળ જોડેલા મન અને વિ, - એ બે ઉપસર્ગો, અવલોકનની અથવા દર્શનની સંપૂર્ણતા અને સતતપણાનો સંકેત આપે છે; પરંતુ આ દર્શન સંપૂર્ણ તો જ બની શકે, જો સાધક પોતાનાં સ્વરૂપને પૂર્ણાત્માસ્વરૂપે અવલોક્યા કરે (4). દર્શનના આ અંતિમ તબક્કે તે પહોંચે તે પહેલાં, તેણે પોતાનાં જ સ્વરૂપમાં નિશ્ચલ એટલે કે અવિચળ બનવાનું રહે; અને આ નિશ્ચલતાની પ્રાપ્તિ ક્રમિક અને ધીમી હોય છે, એમાં ઉતાવળ કે ઝડપ ન ચાલે; કારણ કે પોતાનાં જે અંત:કરણને સર્વસાક્ષી અને કેવળ જ્ઞાનસ્વરૂપ એવાં પરમાત્મામાં પરોવવાનું છે (નિવેશ્ય), તેમાંથી સર્વ પ્રકારના વિચારો-વિકલ્પો-વિલપોને દૂર કરીને, સર્વ રાગદ્વેષો વગેરેને અને અનાત્મ-વસ્તુઓ પ્રત્યેના અહંભાવ-મમભાવ અથવા કર્તાભોક્તાભાવરૂપી સઘળી મલિનતાનો પૂરેપૂરો નાશ કરીને, તેને સંપૂર્ણરીતે વિશુદ્ધ બનાવવાનું રહે.
બસ, આવાં અંતઃકરણનું સર્વ-દણ અને જ્ઞાનમાત્ર સ્વરૂપ એવા પરમાત્મામાં નિવેશન, એ જ સાધકને ધીમે (ન: શર) છતાં અચૂક રીતે, અવિરત આત્મદર્શન માટેની, આવશ્યક એવી અવિચળતાની પૂર્વભૂમિકાએ પહોંચાડી દે : પછી તો, એનું વિશુદ્ધ અંત:કરણ પોતે જ વિશુદ્ધ બ્રહ્મ બની રહે, જ્યાં તેને કેવલજ્ઞાનસ્વરૂપની
૭૪૦ | વિવેકચૂડામણિ