________________
-
(૩) અનિશમ્ - સતત, નિરંતર, હંમેશાં; (૪) અને મુદ્દા આનંદથી, આનંદપૂર્વક. પરંતુ આ રસપાન કરતાં પહેલાં, તેણે શું-શું કરવાનું છે ? - આ પાંચ ક્રિયાઓને તેણે પરિપૂર્ણ કરવાની રહે છે : (૧) લક્ષ્ય બ્રહ્મળિ માનસં કૃતાં સંસ્થાપ્ય । માનસ સંસ્થાપ્ય એટલે મનને સ્થાપીને, એનું સંસ્થાપન કરીને; ક્યાં મનને સ્થાપવાનું છે ? લક્ષ્ય બ્રહ્મણિ । લક્ષ્ય અથવા ધ્યેયરૂપ એવાં બ્રહ્મમાં; કેવી રીતે સ્થાપવાનું છે ? - વૃતરમ્ – દૃઢતાપૂર્વક, દૃઢ રીતે, મજબૂત; (૨) વાઘેન્દ્રિયં स्वस्थाने विनिवेश्य । બાહ્ય એટલે બહારની, બહિર્મુખ, એવી ઇન્દ્રિયોને પોતપોતાનાં સ્થાનોમાં પાછી પરોવીને, સ્થિર કરીને, એટલે કે એને અંતર્મુખ કરીને; (૩) નિશ્ચલતનુ: (સન્) । શરીરને નિશ્ચલ એટલે કે સ્થિર કરીને, નિશ્ચલ-શરીરવાળો થઈને,-બનીને; (૪) વેહસ્થિતિ = ઉપેક્ષ્ય । શરીરની સ્થિતિની ઉપેક્ષા કરીને, એટલે કે એની સલામતીની ચિંતા કર્યા વિના. મનુષ્ય-શરીરની સ્થિરતા અને સલામતીની વાત નીકળી છે ત્યારે, એક મધ્યકાલીન હિંદી ભજન યાદ આવી જાય છે જેમાં, તે કવિએ આપણાં આ મનુષ્ય-શરીરનો, શરીર-સંપત્તિનો, ઉપહાસ એમ કહીને કર્યો છે કે “ઈસ તન-ધન કી કૌન બડાઈ !” – એટલે કે એનું મહત્ત્વ કેટલું ? - જ્યારે એ શબના અગ્નિસંસ્કાર થતા હોય ત્યારે, એના વાળ એવી રીતે બળતા હોય, - જાણે ઘાસનો કોઈ પૂળો બળતો હોય અને એનાં હાડકાંને બળતાં જોઈને, લાકડાની કોઈક ભારી નજર સામે તરવરી રહે ! (૫) તન્મયતયા 7 બ્રહ્મ-આત્મા-પેયં પેચ । તન્મયતાપૂર્વક, તન્મયભાવથી બ્રહ્મ અને જીવનું ઐક્ય પામીને, પ્રાપ્ત કરીને.
-
અને પછી, છેલ્લે, ગુરુજી, ‘કાકુ પ્રશ્ન' (Rhetorical Question) દ્વારા, બીજી ઠાલી, શ્રેય વિનાની, નકામી ભ્રમણાઓથી દૂર રહેવાની શિષ્યને ચીમકી આપે છે : અન્ય: શૂન્ય: પ્રમૈ: વ્હિમ્ ? આવી ભ્રમણાઓનું શું પ્રયોજન ? એનો શો અર્થ ? એનાથી શું વળવાનું છે ? ‘કાકુ પ્રશ્ન’ એટલે એવો પ્રશ્ન, જેનો ઉત્તર તે પ્રશ્નમાં જ આવી જતો હોય ! એટલે કે એવી ભ્રમણાઓનો કશો જ અર્થ નથી, એ બધી નિરર્થક છે, નિષ્પ્રયોજન છે. (૩૭૯)
।
-
અનુવાદ :
મંનને બ્રહ્મરૂપી લક્ષ્યમાં અતિદૃઢતાપૂર્વક સ્થાપીને; બાહ્ય-ઇન્દ્રિયોને તેમનાં પોતપોતાનાં મૂળ સ્થાનોમાં પાછી પરોવી દઈને; દેહની સ્થિતિની ઉપેક્ષા કરીને; શરીરને નિશ્ચલ રાખીને; બ્રહ્મ અને જીવની એકતાને તન્મયતાપૂર્વક પ્રાપ્ત કરીને, અખંડવૃત્તિપૂર્વક, નિરંતર, આનંદથી, તું બ્રહ્માનંદના રસનું આત્મામાં પાન ક૨ : બીજી ઠાલી ભ્રમણાઓનો શો અર્થ છે ? (૩૭૯)
વિવેકચૂડામણિ / ૭૨૯