________________
ટિપ્પણ :
વૈરાગ્ય અને જ્ઞાન, - એ બે પાંખોની સહાય વડે, વિમુક્તિનાં ઉચ્ચ મહેલની અગાશીએ ઉદ્યન-આરોહણ કરવાનું શિષ્યને સુચવીને, હવે, આ શ્લોકમાં આચાર્યશ્રી, શરીર-મન-ઈન્દ્રિયો પર પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપીને, બ્રહ્મ-જીવના અભેદભાવ સાથે તન્મય બનીને, બ્રહ્મસાક્ષાત્કારના અમૃતમય આનંદરસનું આકંઠ પાન કરવાનો અનુરોધ કરે છે.
અહીં રસનું પાન કરવાનું, એટલે કે રસને પીવા(Drink)નું સૂચવવામાં આવ્યું છે એટલે, આ “રસ-પાનનો મર્મ બરાબર સમજાય તે માટે, “રસ' સાથે સંકળાયેલી થોડી વિગતો સમજી લઈએ : પહેલી વાત તો એ કે “રસ” ત્રણ પ્રકારના છે : ભોજન સાથે સંકળાયેલા મીઠો-ખારો-ખાટો વગેરે છ રસો, જે બધા સ્કૂલ (Gross) કોટિના છે અને જેને જીભ (રસન) જેવી જ્ઞાનેન્દ્રિય વડે જ ચાખી શકાય છે; શૃંગાર-કરુણવીર વગેરે આઠ કે નવ સાહિત્યના રસ છે, જે બધા સૂક્ષ્મ (Subtle) છે અને જેનો આસ્વાદ અધિકારી સહૃદય પોતાનાં મન-હૃદય વડે જ કરી શકે છે; અને અહીં જે રસ'નો સંદર્ભ છે તે તો જીવ-બ્રહ્મના સાક્ષાત્કારનો “રસ” છે, જે “સૂક્ષ્મતમ” (Subtlest) છે અને મુમુક્ષુ સાધક જેને, તેની સાધનાની પરાકાષ્ઠાએ, માત્ર તેના આત્મા દ્વારા જ આસ્વાદી કે અનુભવી શકે છે.
બીજી વાત એ કે ભોજન સિવાયના જે બે “રસો છે, તેમાં, ખરેખર, કોઈ “પીણું કે પ્રવાહી (Liquid)” હોતું નથી અને તેનું પાન” એટલે આસ્વાદન અથવા અનુભૂતિ જ થઈ શકે અને આથી જ, આવા સૂક્ષ્મ કોટિના “રસની વ્યાખ્યા જ એવી આપવામાં આવી છે, જેથી તે માત્ર સૂક્ષ્મ પ્રકારની “રસના', “ચર્વણા' અને “અનુભૂતિ'નો જ વિષય બને છે : તે, વ્યક્તિ, આસ્વાદ્યતે, મનુભૂયતે તિ રH: I ટૂંકમાં, આવા સૂક્ષ્મ રસોને કથન-વર્ણન-શ્રવણ જેવી માત્ર સ્થૂલ પ્રક્રિયા સાથે કશો જ સંબંધ નથી.
ત્રીજી, છેલ્લી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં જેનો સંદર્ભ છે તે બ્રહ્મ-જીવ-સાક્ષાત્કારનો “રસ” તો, પરમોચ્ચ, દિવ્ય અને અપાર્થિવ કક્ષાનો છે અને તેથી તેનું સ્વરૂપ એવું સૂક્ષ્મતમ (Most Subtle) છે કે તેને ઉપનિષદના ઋષિએ “તો હૈ : " - એવી સૂત્રાત્મક આર્ષ વાણીમાં વ્યક્ત કર્યો છે. “સ:” એટલે પરમાત્મા પોતે, જે સ્વયં “રસ"રૂપ બની જાય છે અને અધિકારી સાધકને જ એની પરમ-ચરમ કક્ષાની અપરોક્ષ અનુભૂતિ આપે છે.
અહીં પણ એક હકીકત પ્રસ્તુત અને નોંધપાત્ર એ બની રહે છે કે શૃંગારકરુણ-વીર જેવા સાહિત્ય-રસની નિષ્પત્તિ ત્યારે જ શક્ય બને છે, જ્યારે કાવ્ય
૭૩૦ | વિવેકચૂડામણિ