________________
ત્વે મમતઃ સિ | - તું નિર્મળ છે, વિશુદ્ધ છે; અને વં નિર્ણય પરં બ્રહ્મ મસિ | ય એટલે બે, ચૈત; નિર્ણય એટલે અદ્વિતીય, અદ્વૈત; તું જ અદ્વિતીય પરબ્રહ્મ છે. (૩૭૮) અનુવાદ :
વિષ જેવા વિષયોની આશાને તું છોડી દે, કારણ કે આ (આશા) જ મૃત્યુનો માર્ગ છે; (તારા) જાતિ-કુળ-આશ્રમનું અભિમાન છોડીને તું (સવ) ક્રિયાઓને ખૂબ દૂરથી ત્યજી દે; દેહ વગેરે મિથ્યા પદાર્થો પરની આત્મબુદ્ધિને ત્યજી દે અને આત્મામાં જ બુદ્ધિને પરોવી દે : કારણ કે, ખરેખર તો, તું જ દષ્ટા છો, નિર્મળ છો અને અદ્વિતીય એવું પરબ્રહ્મ પણ તું જ છો ! (૩૭૮). ટિપ્પણ:
શ્લોક ભલે લાંબો અને મોટો છે, પણ તેમાંનાં સર્વ વાક્યો સરળ છે અને શબ્દો પણ સહેલા છે; અને તે બધાંને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં સવિસ્તર સમજાવવા આવ્યાં છે, એટલે, આમ તો, કશું અહીં ઊમેરવાનું રહેતું જ નથી.
વળી, શ્લોકમાં, જે આજ્ઞાઓ ગુરુજી શિષ્યને આપે છે, - વિનાશ અને અધોગતિને માર્ગે માણસને લઈ જનારા, વિષયો પ્રત્યેની આસક્તિનો ત્યાગ; વર્ણકુળ-આશ્રમ વગેરેનાં અભિમાનનો ત્યાગ; કામના-પ્રેરિત સર્વ કર્મોનો તો દૂરથી જ ત્યાગ; દેહ-મન-પ્રાણ-બુદ્ધિ વગેરે મિથ્યા અને અનાત્મા પદાર્થોમાંના અહંભાવનો ત્યાગ, - આ બધા “ત્યાગ’ અને આત્મતત્ત્વમાં જ બુદ્ધિની નિષ્ઠા-સ્થિરતા (એ એક વિધાયક - Positive - સૂચન) : આ સર્વ સામગ્રી એટલે, ગુરુજીએ, શ્લોકની છેલ્લી પંક્તિમાં, શિષ્યની અપેક્ષિત જે સિદ્ધિનો નિર્દેશ કર્યો છે, તેની પૂર્વતૈયારીનાં તબક્કાઓ અને પગથિયાં જ છે. • - તાત્પર્યાર્થિની દષ્ટિએ વિચારીએ તો, વૈરાગ્યનાં સ્વરૂપ અને મહિમાની જે ચર્ચા છેલ્લા થોડા શ્લોકોમાં ચાલી રહી હતી, તેનું અહીં સમુચિત સમાપન છે : શ્લોકમાંની, ગુરુજીની સર્વ આજ્ઞાઓ, - નિષેધાત્મક અને વિધાયક, - શિષ્યની વૈરાગ્યભાવનામાં જો ક્યાંય કશી ત્રુટિ કે ખામી રહી જવા પામી હોય તો, તેને દૂર કરીને, તેની વૈરાગ્યબુદ્ધિને પ્રબળ અને પૂર્ણ બનાવીને તેનું દઢીકરણ કરવાનું જ કાર્ય કરે છે.
જે દષ્ટા” હોય, એ તો દૂર રહીને, જે કંઈ તે જુએ છે, એમાં જરા પણ સંડોવાયા વિના, તેને માત્ર તટસ્થભાવે જોતો જ હોય (On-looker) અને તે જ સાચો સાક્ષી (Witness) કહેવાય. સાધક, આવા ભાવથી જ, જગતના સર્વ મિથ્યા પદાર્થોને જોતો હોય છે, તેથી જ તે એ બધાં દશ્યોનો માત્ર દષ્ટા' જ છે.
વિવેકચૂડામણિ | ૭૨૭