________________
એકવચનમાં મૂકીને) પક્ષીને છે તેમ, એમ સ્પષ્ટ કરી શકાય : પક્ષીને જેમ બે પાંખો હોય છે, તેમ જ મનુષ્યને પણ વૈરાગ્ય અને બોધનાં રૂપમાં અથવા એ બેરૂપી બે પાંખો હોય છે.
-
(૨) તામ્યાં (દામ્યાં પક્ષામ્યાં) વિના અધિવેહળ ન સિધ્ધતિ । અધિરોહળ એટલે આરોહણ, ઊંચે ચઢવું-પહોંચવું. આવું ધિરોહળ તે બંને પાંખો વિના સિદ્ધ થઈ શકે નહીં, એ બંને વગર ઉપર ચઢી શકાય નહીં. પણ ચઢવાનું છે ક્યાં, કયાં સ્થળે ? વિમુક્ત્તિ-સૌધ-અવ્રતત-બધિરોહળમ્ । સૌધ એટલે મહેલ, પ્રાસાદ, મહાલય, ઊંચી ઇમારત. અપ્રતત્ત એટલે છેક ઊંચેનો-ઉપરનો માળ, એટલે કે અગાશી; ત્યાં આરોહણ કરવાનું છે; પરંતુ આ મહેલ કયો ? - વિમુક્તિરૂપી; પણ આ બંને, વૈરાગ્ય અને બોધરૂપી, બંને-પાંખોની શી જરૂર ? બેમાંથી એક હોય તો ન ચાલે ? જવાબ ચોખ્ખો છે - “ના”, 7 અત્યંતરેળ – તે બંને વગર, માત્ર એકથી અથવા બીજાં કોઈ સાધનથી, આવું ‘અધિરોહણ’ શક્ય નથી. (૩૭૫)
અનુવાદ :
હે વિચક્ષણ (સાધક) ! વૈરાગ્ય અને વિવેકજ્ઞાન(એ બે)રૂપી બે પાંખો, મનુષ્યને, પક્ષીની જેમ, હોય છે, - એમ તું (બરાબર) સમજી લે : તે બંને વિના, અન્ય કોઈ સાધન વડે, વિમુક્તિરૂપી મહાલયના છેક ઉપરના માળની અગાશી પર ચઢી શકાય નહીં. (૩૭૫)
ટિપ્પણ :
જે શિષ્યને ગુરુજી વેદાંતવિદ્યાનો ઉપદેશ આપે છે તે, કોઈ સામાન્ય પ્રકારનો વિદ્યાર્થી નથી, મોક્ષપ્રાપ્તિ જેવું ઉચ્ચ અને આધ્યાત્મિક જીવનધ્યેય સેવનાર એક વિશિષ્ટ અને બહુશ્રુત વિદ્વાન છે; એટલે આવા શિષ્ય માટે, ગુરુજીએ પ્રયોજેલું સંબોધન “વિચક્ષણ” સંપૂર્ણરીતે સાર્થક અને સમુચિત છે.
એવું જ બીજું સાર્થક્ય અને સમૌચિત્ય છે, શ્લોકમાં પ્રયોજવામાં આવેલી ઉપમાનું : પક્ષીની બંને પાંખો, પૂરતી સક્ષમ હોય તો જ તે, આકાશમાં, ઊંચે, તેને જ્યાં પહોંચવું હોય ત્યાં સુધી, ઊડી શકે છે; બેમાંથી એક પાંખ ન હોય, એટલે કે એક પાંખ કંપાઈ ગઈ હોય તો અથવા નબળી હોય તો, તે યથેચ્છ ઊંચે ઊડી શકે નહીં. વૈરાગ્યના મહિમાની ચર્ચા તો અહીં ચાલી જ રહી છે, પરંતુ ‘આત્મા’‘અનાત્મા’ના વિવેકનું જ્ઞાન અને એના દ્વારા જ પ્રાપ્ત થઈ શકતું પરમબ્રહ્મરૂપી સર્વોચ્ચ સત્યનું જ્ઞાન - (વો), - એ બંને, સાધકને એકસરખાં સિદ્ધ ન હોય તો, તે પણ ‘વિમુક્તિ”-રૂપી ઉચ્ચ મહાલયની અગાશી સુધી અધિરોહણ ન જ કરી શકે.
વિવેકચૂડામણિ / ૭૧૯